વિકેટ પાછળ સાહાએ તોડ્યો એમ એસ ધોનીનો આ રેકોર્ડ..

વિકેટકીપર ઋદ્વિમાન સાહાએ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં 10 કેચ પકડી એક ટેસ્ટમાં સૌથી વધુ શિકાર કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી આ રેકોર્ડ પૂર્વ કપ્તાન એમ એસ ધોનીના નામ પર હતો. ઋદ્ધિમાન સાહાએ બંને ઇનિંગ્સમાં 5-5 કેચ પકડી એક મેચમાં 10થી વધારે કેચ પકડનાર દુનિયાનો 5મો વિકેટ કિપર બન્યો છે.

આમ ભારતીય ખેલાડીમાં એમ એસ ધોનીના રેકોર્ડને તોડી પોતાના નામે નવો રેકોર્ડ બનાવી લીધો છે. આ અગાઉ ભારત તરફતી એક મેચમાં સૌથી વદુ શિકારનો રેકોર્ડ એસ એસ ધોનીના નામ પર હતો.

ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 2014માં મેલબોર્નમાં 9 શિકાર (8 કેચ અને એક સ્ટમ્પ) આઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધોનીની આ અંતિમ ટેસ્ટ હતી.

આ અગાઉ નયન મોંગિયા બે વખત (દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ 1996માં ડરબનમાં અને પાકિસ્તાન વિરુધ્ધ 1999માં કોલકાતામાં) 8-8 કેચ પકડયા હતા. તો પૂર્વ ટેસ્ટના કપ્તાન ધોનીએ 3 અન્ય મેચમાં 8-8 શિકાર પકડયા હતા.

ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ 2008માં ધોનીએ 7 કેચ અને એક સ્ટમ્પ, બાંગ્લાદેશ સામે ઢાકામાં 2010માં અને વેસ્ટ ઇન્ડિઝ સામે મુંબઇમાં 2011માં 6 કેચ અને 2 સ્ટમ્પિંગ કર્યાં હતા. સાહાનો આ મેચમાં 10 કેચ પકડી ભારત તરફથી સૌથી વધુ શિકાર કરનારા પ્રથમ પાંચ વિકેટકિપરમાં સમાવેશ થઇ ગયો.

You might also like