કટરામાં આવતી કાલથી ‘દંગલ: દેશ-વિદેશના પહેલવાન ભાગ લેશે

નવી દિલ્હીઃ વૈષ્ણોદેવીની યાત્રા માટે મશહૂર નાના એવા શહેર કટરામાં દંગલ યોજાવાનું છે. ભારતીય સ્ટાઇલમાં થતી આ કુસ્તી માટે દેશ-વિદેશથી પહેલવાન અહીં એકઠા થઈ ગયા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ દંગલનું આયોજન થશે. જ્યોર્જિયા, ઈંગ્લેન્ડ, યુક્રેનના પહેલવાનો ઉપરાંત દેશના ઘણા જાણીતા પહેલવાનો આ દંગલમાં ભાગ લેશે. આ સ્પર્ધા આવતી કાલ તા. ૯ ઓક્ટોબરથી શરૂ થશે. આ સ્પર્ધાને લઈને જમ્મુ અને તેની આસપાસના વિસ્તારમાં ઘણો ઉત્સાહ છે. ૩૦ હજાર દર્શકો આ દંગલ નિહાળવા ઊમટી પડશે, જેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જીતનારા પહેલવાનને રૂપિયા સવા લાખું ઇનામ આપવામાં આવશે.

You might also like