3 દિવસથી ગૂમ સુખોઇનો કાટમાળ ચીન સીમા પાસેથી મળ્યો

તેજપુર: અસમના તેજપુરથી ઉડાન ભર્યાના થોડાક જ સમય પછી ચીન સીમાની પાસે ગૂમ થયેલા ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાન સુખોઇ-30 નો કાટમાળ મળ્યો છે. આ વિમાનમાં બે પાયલોટ પમ સવાર હતો અને એમની શોધખોળ ચાલુ છે.

આ લડાકૂ વિમાન મંગળવાર સવારે 9:30 વાગ્યે નિયમિત ટ્રેનિંગના અડ્ડા પર હતું અને આશરે 11:30 વાગ્યે તેજપુરથી 60 કિલોમીટર ઉત્તરમાં ચીન સીમાની પાસે સ્થિત અરુણાચલ પ્રદેશના દોઉલસાંગની પાસે રડાર સાથે એનો સંપર્ક તૂટી ગયો. આશરે 72 કલાકની શોધખોળ બાદ વિમાનનો કાટમાળ એ જ જગ્યા પાસેથી મળ્યો છે, જ્યાંથી વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. આ જંગલી વિસ્તાર છે અને અહીંયા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.

રશિયાથી ખરીદવામાં આવેલું સુખોઇ વિમાન વાયુસેનાની અગ્રિમ પંક્તિના લડાકૂ વિમાનોમાંથી એક છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 7 વર્ષમાં 7 સુખોઇ વિમાન ઘટનાનો શિકાર બની ચૂક્યા છે. આશરે 358 કરોડ રૂપિયાના ખર્ચનું આ વિમાન 4.5 જનરેશનનું વિમાન છે અને આ સમય દુનિયાના શ્રેષ્ઠ લડાકૂ વિમાનોની શ્રણીમાં સમાવેશ થાય છે.

http://sambhaavnews.com/

You might also like