નથી મળ્યો ક્રેશ થયેલા વિમાન A320નો કાટમાળ: ઇજિપ્ત એયર વાઇસ પ્રેસિડેન્ટ

નવી દિલ્હી: પેરિસથી કાહિરા જતાં દરમિયાન ક્રેશ થયેલા ઇજિપ્ત એરનું વિમાન એરબસ A320નો કાટમાળ હજુ સુધી મળ્યો નથી. ઇજિપ્ત એરના વાઇસ પ્રેસિડેન્ટ અહમદ અદેલએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સ્પષ્ટ કર્યુ હતું. જો તે આ પહેલા સમાચાર મળ્યા હતા કે ગ્રીસના એક આઇલેન્ડની નજીક વિમાનનો કોટમાળ મળી ગયો છે.

કંપનીના વીપી અહમદ અદેલએ કહ્યું, ‘જે કાટમાળ ગ્રીસના કાર્પાથોસ આઇલેન્ડ પાસે મળ્યો છે તે ઇજિપ્ત એર ક્રેશ થયેલા વિમાનનો નથી. તે કાટમાળ પહેલાથી ગૂમ થયેલું વિમાન MS804નો હોઇ શકે છે.

આ પહેલા મિસ્ત્રની સિવિલ એવિએશન ઓથોરિટીએ તેની પુષ્ટિ કરી હતી જે કાટમાળ ગ્રીસ આઇલેન્ડ પાસે મળ્યો હતોતે ઇજિપ્ત એરનું વિમાન એરબસ A320 નો છે, તે વિમાનના ઘટનાની પાછળ આતંકી હુમલાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેટલાક સૂત્રો દ્વારા માહિતચી મળી છે કે ગ્રીસના કાર્પાથોસ આઇલેન્ડ પાસે કેટલાક લાઇફ જેકેટની સાથે લીલા અને સફએદ રંગનો કાટમાળ જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે ગુરુવારે આ વિમાન કાહિરા જતાં દરમિયાન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં 66 લોકો મુસાફરી કરી રહ્યા હતાં. ઇજિપ્તના નાગરિક ઉડાયન મંત્રી શેરિફ ફતહીને પ્રેસ કોન્ફરેન્સમાં આશંકા વ્યક્ત કરી છે કે વિમાન ટેકનિકલ ખરાબી નહીં પરંતુ આતંકી હુમલાના કારણે કેરશ થયું હતું. બીજી તરફ, મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસિએ ઉડાયન મંત્રીને આદેશ આપ્યો છે કે તે જલ્દીથી જલ્દીથી વિમાનનો કાટમાળ શોધે. અબ્દેલ ફતેહએ વિમાન ક્રેશની તપાસ માટે એક સમિતિ બનાવવાનો પણ આદેશ કર્યો છે.

પેરિસથી 66 લોકોને લઇને કાહિરા જઇ રહેલા વિમાનમાં ચાલકદળના 10 સભ્યો ઉપરાંત 1 છોકરો અને બે નવજાત પણ મુસાફરી કતરી રહ્યા હતાં. ઇજિપ્ત એરનુૂં વિમાન ગુરુવારે ક્રેશ થઇ ગયું હતું. વિમાન કાહિરામાં ઉતરવાના 30 મિનીટ પહેલા જ રડારથી ગૂમ થઇ ગયું હતું.

You might also like