ફક્ત 13,500 રૂપિયામાં કરો અમેરિકાની સફર, આ એરલાઇન્સ લાવી ઑફર

અત્યાર સુધી ઘરેલૂ સ્તર પર સસ્તા દરે હવાઇ યાત્રા કરવા માટે ઑફર્સ મળતી રહી છે. પરંતુ આ ઑફર્સ વચ્ચે એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ધમાકેદાર ઑફઉર આવી થે. આ ઑફર દ્વારા તમે ફક્ત 13,500 રૂપિયામાં નવી દિલ્હીથી ન્યૂયોર્ક જઇ શકો છે.

નવી દિલ્હીથી ન્યૂયોર્ક પહોંચવા માટે તમને 50000 રૂપિયા (એર ઇન્ડિયા વેબસાઇટ પર 21 મેનું ભાડું)થી વધારે ખર્ચ કરવો પડી શકે છે, પરંતુ ટૂંક સમયમાં તમે ફક્ત 13,500 રૂપિયાની ટિકિટ ખરીદી શકશો.

આ ખાસ ઑફર લઇને આવી છે આઇસલેન્ડની બજેટ એરલાઇન્સ Wow. એરલાઇનના CEO સ્કુલી મોગેનસેને જણાવ્યું કે, ”તે દિલ્હીથી ઉત્તરી અમેરિકા વચ્ચે બજેટ ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યા છે.”

તેમણે જણાવ્યુ કે, ”તમે ભારતથી અમેરિકા જવા માટે સૌથી નાનો રૂટ પસંદ કરો તો તે આઇસલેન્ડ પરથી પસાર થાય છે. ફ્લાઇટમાં ઓછો સમય લાગે તેનો અર્થ છે કે ઇંધણ પણ ઓછુ વપરાશે. તેથી એરલાઇન્સનો પણ ખર્ચ ઓછો થશે અને આ રીતે લોકોને સસ્તા દરની ટિકિટ મળશે.”

એક અહેવાલ અનુાસર, WOW એરલાઇન નવી દિલ્હીથી અમેરિકાના ન્યૂયોર્ક, વૉશિંગટન અને શિકાગો જનાર યાત્રીઓને ઓછામાં ઓછા 199 ડૉલર એટલે રે 13,500 રૂપિયામાં ટિકિટ આપશે. આ યાત્રામાં આઇસલેન્ડની રાજધાની રેક્ઝાવિકમાં એક સ્ટૉપ હશે.

એરલાઇન્સે જણાવ્યું કે તેની ફ્લાઇટ ટિકિટોની કિંમત સિટીંગ અરેન્જમેન્ટની હિસાબે નક્કી થશે. તે અંતર્ગત એક શ્રેણી હશે બેઝિક. તેમાં ફક્ત ભાડાનો સમાવેશ થશે. જો કે સીટ, બેગેજ અને ભોજનનો જે પણ ખર્ચ થશે તે અલગથી ચુકવવો પડશે. આ શ્રેણીમાં તમામ સુવિધાઓ હશે જેવી એક બિઝનેસ ક્લાસમાં હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે એરલાઇન્સ ડિસેમ્બર મહિના સુધીમાં આ સેવા શરૂ કરશે.

You might also like