વણેલા ગાંઠિયા

સામગ્રી : ૧ વાટકો ચણાનો લોટ, ૧ ટીસ્પૂન અજમો, ૧/૨ ટીસ્પૂન મીઠું, ૧ ટીસ્પૂન મરી પાઉડર, ૧/૨ ટીસ્પૂન ખાવાનો સોડા, ૧/૨ ટીસ્પૂન હિંગ લોટ તૈયાર કરવા માટે ને તળવા માટે કોઈ પણ ખાદ્ય તેલ જરૂર મુજબ

રીત: સૌપ્રથમ ચણાનો લોટ લઇ તેમાં એક ચમચો તેલ નાખી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ અજમો, મીઠું , ખાવાનો સોડા, હિંગ ને ચપટી મરી પાઉડર નાખી બરાબર ફરી મિક્સ કરવું. થોડું પાણી નાખી લોટ બાંધી લેવો. લોટ બહુ નરમ કે કઠણ ન બની જાય તેની કાળજી રાખવી. પછી લોટને ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખવો. નરમ થઈ ગયેલા આ લોટને સપાટ પાટલા પર હળવા હાથે આંકા પડે એ રીતે ગાંઠિયા વણી લેવા. ત્યારબાદ ધીમા તાપે ગેસ પર તળી લેવા. ગાંઠિયા લાલ ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. હિંગ તેમજ મરી પાઉડર છાંટી ગરમાગરમ સર્વ કરવા.

You might also like