72 રૂપિયામાં મળી રહ્યું છે ઘર, શું તમે ખરીદવા ઇચ્છો છો?

તમને આ સાંભળીને ભલે મજાક લાગે કે અત્યારના સમયમાં 72 રૂપિયામાં ઘર ક્યાં મળે પરંતુ આ હકીકત છે કે ઇટલીના ગાંગી, સિસિલી, કેરેગા લિગર, પિડમોન્ટ અને લેકેના માર્સી વિસ્તારમાં માત્રક 72 રૂપિયામાં ઘર વેંચાઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં આ ઘરોને ખરીદનાર કોઇ ગ્રાહક મળી રહ્યું નથી. કારણ કે આ જગ્યાઓને ભૂતિયા અને ખરાબ નસીબ વાળી જગ્યાઓ તરીકે જોવા મળે છે.

આ શહેરોની ઓળખ ભૂતિયા શહેર તરીકે બની ગઇ છે. કહેવામાં આવે છે રે અહીંયા રહેવા પર રોજગાર મળતો નથી. મોટાભાગે કુદરતી આફતો આવતી રહે છે અને કેટલીક વખત તો લોકોનું અપહરણ પણ કરી લેવામાં આવે છે. એટલા માટે ડરના કારણે લોકો અહીંયા રહેવાનું પસંદ કરતાં નથી. જેના કારણે આકર્ષક ઓફરો આપીને આ ઘરોને વેચવામાં આવી રહ્યા છે.

ઇટલીના મેયરએ જાહેરાત કરી છે કે લોકોને માત્ર 72 રૂપિયા એટલે કે 1 યૂરોમાં ઘર આપવામાં આવશે, જો કે એની સાથે એક શરત પણ પૂરી કરવી પડશે કે આ ઘરને રીનોવેટ કરવા માટે 18 લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે, કારણ કે આ ઘર ખૂબ જ જૂના છે અને રીપેરીંગની ખૂબ જ જરૂરી છે.

http://sambhaavnews.com/

You might also like