હું સત્તા પર હોત તો ભારતને કાઉન્ટર એટેકની ધમકી આપી હોતઃ મુશર્રફ

વોશિંગ્ટનઃ પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે જણાવ્યું છે કે ભારતમાં ઉરી ખાતે આતંકી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક્સ અને પાકિસ્તાન વિરોધી નિવેદનોના જવાબમાં જો હું સત્તા પર હોત તો ભારતને વળતી જવાબી ધમકી આપી દેત.જવાબી ધમકી અંગેના અેક પ્રશ્નના જવાબમાં મુશર્રફે જણાવ્યું હતું કે હા, તેઓ (ભારત) આપણને ડરાવી રહ્યા છે. તેઓ આપણા ઉપર પોતાની પસંદગીના સ્થળે અને સ્થળે હુમલા કરવાની વાતો કરી રહ્યા છે. આવાં નિવેદનો અન્ય કોઈએ નહીં, પરંતુ વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન, લશ્કરના જનરલ અને લશ્કરના ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે આ એક ગંભીર મામલો છે. પસંદગીના સમય અને સ્થળે હુમલા કરવા જેવી ધમકીઓ આપવી જોઈએ નહીં. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેના કારણે યુદ્ધની શક્યતા વધે છે. મારા મતે ભારતમાં વોર હિસ્ટિરિયા (યુદ્ધોન્માદ) ઊભો થઈ રહ્યો છે. હું દોહરાવું છું કે પાકિસ્તાનમાં નહીં, પરંતુ ભારતમાં આ એક મોટો મુદ્દો છે. ભારત પહેલી વાર આવું કરી રહ્યું નથી, તે હંમેશાં આવું કરતું આવ્યું છે. મુશર્રફે જણાવ્યું હતું કે પાકિસ્તાનનું લશ્કર સરકારમાં એટલા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, કારણ કે રાજકીય પક્ષો યોગ્ય રીતે સરકાર ચલાવી શકતા નથી.

You might also like