જાણો, કયા ઝાડની પૂજા કરવાથી મળશે નોકરી અને પ્રમોશન

ભારતીય સંસ્કૃતિમાં ઝાડને પૂજ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ઝાડ અને છોડની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છૂટકારો પ્રાપ્ત થાય છે.  જાણો કયા ઝાડ અને છોડની પૂજા આપણે કરવી જોઇએ.

લીમડોઃ લીમડાના ઝાડની પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે અને રોગથી છૂટકારો પ્રાપ્ત થાય છે.

આંબળાઃ આ ઝાડની પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

તુલસીઃ કહેવાય છે કે જે ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી કાયમ રહે છે.

અશોકઃ આ ઝાડની પૂજાથી પારિવારીક જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે. આ સાથે જ શરીરમાંથી રોગ દૂર થાય છે.

લાલા ચંદનઃ સૂર્ય સંબંધિત ગ્રહદોષ દૂર કરવા માટે લાલ ચંદનની પૂજા કરવામાં આવે છે. તેનાથી નોકરીમાં પ્રગતીના યોગ થાય છે.

કેળાઃ જેની કુંડળીમાં ગુરૂ સંબધિત દોષ હોય તો તેઓ આ ઝાડની પૂજા કરે તો તેમને લાભ થશે.

બિલ્વઃ તેની પૂજાથી નોકરીમાં પ્રમોશનના યોગ બને છે અને અકાળ મૃત્યુથી રક્ષા પ્રાપ્ત થાય છે.

પીપળોઃ પીપળાની પૂજા કરવાથી શનિ દોષથી છૂટકારો પ્રાપ્ત થાય છે.

You might also like