Categories: Art Literature

ભક્તિ પારસમણિ છે તો મુક્તિ સોનું છે

એક ભક્ત સારી રીતે જાણતો હતો કે તેની પાસે ભક્તિ છે, તેથી જ તે જ્યારે ઈચ્છશે ત્યારે તેને સાહજિક રીતે મુક્તિ મળી જશે. મુક્તિની પ્રાપ્તિ કોઈ પણ ક્ષણે થઈ શકે છે, પરંતુ ભક્તિ તો એક અમૂલ્ય ભંડોળ સમાન છે. ભક્તિ પારસમણિ જેવી છે અને મુક્તિ તેને સ્પર્શિત સોના જેવી સમજી શકાય, જેના હૃદયમાં ભક્તિરૂપી પારસમણિ હોય તે કોઈ પણ ક્ષણે મુક્તિરૂપી સોનું પામી લેશે. આ વિશે એક કથા પ્રચલિત છે. એક વખત રામ અને લક્ષ્મણ નાવમાં સવાર થઈને ગંગા નદી પાર કરી રહ્યા હતા. જ્યારે તેઓ નદીની પેલે પાર ઊતર્યા ત્યારે નાવિકે જોયું કે તેની નાવ સોનાની બની ગઈ છે.

નાવિકે આ વાત પોતાની પત્નીને કહી. પત્ની ઘરનો લાકડાથી બનેલો તમામ સામાન લઈને ગંગા તીરે આવી ગઈ અને રામનાં ચરણોના જાદુઈ સ્પર્શ વડે તેને સોનામાં પરિવર્તિત કરાવી લીધો. ત્યાર બાદ નાવિકે પોતાની પત્નીને કહ્યું કે, “આ ચરણને આપણે ઘરમાં લઈ જવાં જોઈએ, તેં આટલી બધી વસ્તુઓને અહીં સુધી ઢસડીને લાવવાની મહેનત કેમ કરી?” આ સાંભળી પત્નીએ એવું કર્યું. રામજીએ તેને ચાર ફળ આપ્યાં, જેને પામીને પતિ-પત્ની સંતુષ્ટ થયાં. ત્યાર બાદ લક્ષ્મણ ત્યાં આવ્યા.

પતિ-પત્નીએ લક્ષ્મણને કંઈક આપવા વિનંતી કરી તો લક્ષ્મણે માત્ર એક ફળ આપ્યું. રામજીએ જે ચાર ફળ આપ્યાં હતાં તે હતાં-કામ, અર્થ, ધર્મ અને મોક્ષ. ફળ આપ્યા બાદ લક્ષ્મણે કહ્યું, “મેં આપેલું ફળ જ્યાં સુધી તમારી પાસે નહીં હોય ત્યાં સુધી ભાઈ દ્વારા અપાયેલાં ચાર ફળ તમને પચશે નહીં.” લક્ષ્મણે આપેલું ફળ હતું-ભક્તિ. આટલા માટે જ જ્ઞાની લોકો ભક્તિને અમૂલ્ય ભંડોળ કહે છે. આ પારસમણિ છે. મુક્તિનો મતલબ થાય છે છુટકારો મેળવવો. જ્યાં બંધન હોય ત્યાં જ મુક્તિનો સવાલ ઊઠે છે. જ્યાં બંધન ન હોય ત્યાં મોક્ષનો પણ સવાલ ઊઠતો નથી.

આ બંધન કેટલી જાતનાં હોય છે? મનુષ્યજાતિના શરીર અને મનમાં અનેક માનસિક બંધન છે. આ પૈકીનાં અમુક સમયને લીધે છે તો અમુક સ્થળને લીધે છે, બાકીનાં થોડાંક વ્યક્તિગત છે. આ ત્રણેય બંધનોમાંથી છુટકારો મેળવવો એટલે મુક્તિ. શારીરિક અને માનસિક બંધનોની અવસ્થામાં મોક્ષ ન મળી શકે. સ્થાયી મોક્ષ માત્ર આધ્યાત્મિક જગતમાં જ મળી શકે.

જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક બંધનમાંથી મુક્ત થાય ત્યારે તેનાં તમામ દુઃખ-સંતાપ લુપ્ત થઈ જાય છે. મોક્ષ-સાધના એક એવો પ્રયાસ છે કે જે આધ્યાત્મિક બંધનોમાંથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ક્રિયાફળના રૂપમાં બંધન જ્યાં સુધી યથાવત્‌ રહેશે ત્યાં સુધી મોક્ષની કામના થઈ શકે નહીં. સારા અને ખરાબ બંને કર્મ બંધનનાં કારણ છે.

Navin Sharma

Recent Posts

રાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં

(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ગઈ કાલે રાતે જારી કરાયેલી સાતમી યાદીમાં ૩૫ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં…

12 mins ago

ભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા

(એજન્સી)નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુગ્રામની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરો હુમલો કર્યો છે…

21 mins ago

લોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ

(એજન્સી)નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ નેતા રહી ચૂકેલા રામ મનોહર લોહિયાની જયંતી પર તેમને યાદ કરતાં કોંગ્રેસ અને…

30 mins ago

ચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત

(એજન્સી)બીજિંગ: ચીનના હુનાન પ્રાંતમાં ગઇ કાલે મોડી રાત્રે ચાલતી ટૂરિસ્ટ બસમાં આગ લાગતાં ર૬ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં…

31 mins ago

ધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત

(એજન્સી) ચેન્નઈ: IPL-૧૨માં આજથી બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે…

39 mins ago

2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ

(એજન્સી)મુંબઈ: અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર 'કેસરી'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર…

43 mins ago