ફિટનેસ ફ્રિક છે અમાયરા

હોટ અભિનેત્રી અમાયરા દસ્તૂરના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યા છે. અમાયરા એકદમ સ્ટાઇલિશ કપડાંમાં જોવા મળે છે. અમાયરા ફિટનેસની દીવાની છે, તેને ફિટનેસ ફ્રિક પણ કહી શકાય. તે કહે છે કે હું મારી ફિટનેસને લઇને ખૂબ જ જાગ્રત રહું છું. મને જિમનાસ્ટિક અને ફ્લેક્સિબલ બોડી પસંદ છે. તેથી હું યોગ કરું છું. હું શારીરિક લાભ માટે નિયમિત યોગાભ્યાસ કરું છું. યોગની એક વાત મને પસંદ છે કે તે મને મારા શરીર અને માંસપેસી પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. અમાયરા કહે છે કે જિમ હોય કે યોગ, હું મારા દિવસની શરૂઆત એક્સર્સાઇઝથી કરું છું અને રોજ આ માટે કમસે કમ એક કલાક જરૂર કાઢું છું. રજાના દિવસોમાં પણ હું મારો આ શેડ્યૂલ બદલતી નથી.

તે કહે છે કે હું જે મારું મન કરે તે ખાઇ લઉં છું. કોઇ ડાયટ ફોલો કરતી નથી. આ જ કારણ છે કે હું વર્કઆઉટ કરું છું, જેથી હું જે ઇચ્છું તે ખાઇ શકું, પરંતુ જો તમારે કોઇ બિકિની શૂટ આપવાનો હોય તો તેના એક દિવસ પહેલાં તમે પિત્ઝા ખાઇ શકતા નથી. બાકી હું ડાયટિંગ કરતી નથી. વર્ષ ૨૦૧૩માં ‘ઇશ્ક’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અમાયરાએ ૧૬ વર્ષની ઉંમરથી જ મોડલિંગ શરૂ કર્યું હતું. પહેલી ફિલ્મ ‘ઇશ્ક’માં તે પ્રતીક બબ્બર સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેણે ઇમરાન હાશ્મી સાથે ‘મિ. એક્સ’ ફિલ્મ કરી. તે હિંદી ઉપરાંત તામિલ ફિલ્મો પણ કરે છે.

http://sambhaavnews.com/

You might also like