બેક્ટેરિયામાંથી બન્યું વિશ્વનું સૌથી ટચૂકડું ડેટા રેકોર્ડર

અમેરિકાના અભ્યાસકર્તાઓએ કુદરતી બેક્ટેરિયાઓને જ કન્વર્ટ કરીને ઈમ્યુન સિસ્ટમનો ડેટા રેકોર્ડ થાય એવી વ્યવસ્થા તૈયાર કરી છે. બેક્ટેરિયાના કોષો રોગોના નિદાનથી લઈ પર્યાવરણલક્ષી ચકાસણી જેવાં કામો માટે ઉપયોગી બની શકે છે. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસરનું કહેવું છે કે બેક્ટેરિયા આપણા શરીરનું જૈવિક મેમરી ડિવાઈસ બની શકે છે.

બેક્ટેરિયાના જૂથથી બનેલું આ ડિવાઈસ શરીરમાં થતા પ્રત્યેક વાઈરસ કે અન્ય બાહ્ય તત્ત્વો દ્વારા થતા હુમલાની મેમરી સંઘરી રાખે છે. આ પ્રકારના બેકટેરિયા આખા પાચનતંત્રમાં આવતા બદલાવને પણ નોંધી શકે છે. આ બેક્ટેરિયાનું ડિવાઈસ આસપાસના વાતાવરણને જરાય ડિસ્ટર્બ કર્યા વિના બનતી તમામ ગતિવિધિઓને નોંધી એની સ્મૃતિના અવશેષો સંઘરી રાખી શકે છે.

You might also like