Categories: Travel

દુનિયાના આ સૌથી નાના દેશો વિશે સાંભળ્યું છે?

દુનિયામાં એવા અનેક દેશ આવેલા છે જે કદાચ આપણા જિલ્લા કરતાં પણ નાના હોય. માત્ર બે કે ત્રણ કિલોમીટરના એરિયામાં ફેલાયેલા હોય. તો આવો જાણીએ એવા કેટલા દેશો છે જે કદાચ તમારા ગામ, જિલ્લા અને રાજ્ય કરતાં પણ નાના છે.

વેટિકન સિટી- ઇટલીની વચ્ચે આવેલ વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. આ દેશ એક ગામડા કરતાં પણ નાનો છે. તેની સીમા 2 કિ.મી. જેટલી છે. 20 મિનિટમાં તો તમે એક ખુણેથી બીજા ખુણે પહોંચી શકો છો.

 

 

 

 

મોનાકો- આ દેશ 2.02 વર્ગ કિ.મી.માં ફેલાયો છે. મોનાકો ફ્રાન્સ સમુદ્ર કિનારે આવેલો છે. અહીંયા અમીર લોકો રજાઓ ગાળવા આવે છે. આ દેશ સૌથી નાનો હોવા છતાં પણ સૌથી ઉંચી અર્થવ્યવસ્થાવાળો દેશ છે.

 

 

નોરુ- નોરુ માત્ર 21 વર્ગ કિ.મી.માં ફેલાયો છે. દુનિયાનો સૌથી નાનો ટાપુ દેશ છે. આ દેશ એક જ ટાપુ પર આવેલો છે. તે પ્રશાંત મહાસાગરની વચ્ચે આવેલો છે.

 

 

 

 

 

તુવલુ- હવાઇ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવેલો આ દેશ 3 ટાપુઓ વચ્ચે આવેલો છે. તે માત્ર 26 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે.

 

 

 

 

સૈન મારિનો- આ દેશ માત્ર 61 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. ઇટલીની વચ્ચે આવેલો આ દેશ દુનિયામાં સૌથી જુનુ પૂર્ણ અસ્તિત્વ ધરાવતો દેશ છે.

 

 

 

લિચટેસ્ટેન- આ દેશ 16 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. આ દેશ પ્રતિ વ્યક્તિ જીડીપી મામલે દુનિયામાં ટોચ પર છે.

 

 

 

 

માર્શલ આઇલેન્ડ્સ- માર્શલ આઇલેન્ડ્સ કુલ 1156 ટાપુઓનો સમુહ છે. એટલાન્ટિક મહાસાગરમાં આવેલો આ દેશ 181 વર્ગ કિ.મી. માં ફેલાયેલો છે. આ દેશની સુરક્ષાની જવાબદારી અમેરિકાના ભરોસે છે. અમેરિકા તેની રક્ષાથી લઇને તેના સામાજીક કાર્યો સુધીમાં તેને મદદ કરે છે.

 

 

માલદીવ- માલદીવ એશિયાનો સૌથી નાનો દેશ છે. તેનું ક્ષેત્રફળ 300 વર્ગ કિ.મી. છે. તેની જનસંખ્યા પણ સૌથી ઓછી છે. આ દેશ સમુદ્રની વચ્ચે આવેલો છે.

 

 

 

માલ્ટા- 316 વર્ગ કિ.મી.માં ફેલાયેલો આ દેશ યુરોપનો સૌથી નાનો દેશ છે પરંતુ તેની આબાદી ખુબ જ ગીચ

 

 

 

 

ગ્રેનાડા- 344 વર્ગ કિ.મી.માં ફેલાયેલો આ દેશ ‘આઇલેન્ડ ઓફ સ્પાઇસ’ના નામથી પણ જાણીતો છે. આ દેશ સમગ્ર દુનિયામાં મસાલા માટે જાણીતો છે.

 

 

 

સેંટ વિસેન્ટ એન્ડ ધ ગ્રેનાડાઇન્સ- આ દેશ 399 વર્ગ કિ.મી.માં ફેલાયેલો છે. તેની અર્થવ્યવસ્થા કેળાની ખેતી પર નિર્ભર છે. આ દેશ દુનિયાના સૌથી ગીચ દેશોમાંનો એક છે. કૈરેબિયન વિસ્તારમાં સૌથી વધારે ગીચ આબાદી અહીં છે.

admin

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

17 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

18 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

18 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

18 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

18 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

18 hours ago