દુનિયાનો સૌથી નાનો 4G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર

થોડા સમય પહેલા ફ્લિપકાર્ટના સર્વેમાં ખુલાસો થયો કે લોકો મોટી ડિસ્પ્લે વાળા ફોન વધારે ખરીદી રહ્યા છે. પણ આ રિપોર્ટ વચ્ચે અમેરિકાની એક કંપનીએ દુનિયાનો સૌથી નાનો 4G સ્માર્ટફોન રજુ કર્યો છે જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આ કંપનીનું નામ UNIHEARTZ છે અને સ્માર્ટફોનનું નામ UNIHEARTS ATOM છે. ખાસ વાત એ છે કે આ ફોન મારફતે પાણીના અંદર પણ ફોટોગ્રાફી થઈ શકે છે, કેમકે આ ફોન વોટર, ડસ્ટ અને શોકપ્રુફ છે. તેના માટે તેને IP68 રેટિંગ મળી છે.

કિંમત અને ફીચર્સ

આ ફોનમાં 2.45 ઈંચની ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 432X240 પિક્સલ છે. આ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસર છે અને તેમાં 4GB રેમ અને સાથે 64GB સ્ટોરેજ આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોનમાં 2000mAh ની બેટરી અને ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ ફોન એન્ડ્રોઈડ ઓરિયો 8.1 પર કામ કરે છે અને તેમાં 16MP નો રિયર અને 8MP નો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G, USB ટાઈપ-સી, NFC, FM રેડિયો, 3.5MM નો હેડફોન જેક, બ્લૂટૂથ 4.1, WI-FI, GPS અને OTGનો સપોર્ટ છે. જ્યારે આ ફોનની કિંમતની વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની કિંમત $219 એટલેકે 14,766 રૂપિયા અને ઓક્ટોબરથી તેનુ વેચાણ શરૂ થશે.

જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે ZANCO TINY T1 નામથી એક ફોન લોન્ચ થયો હતો જેને દુનિયાના સૌથી નાના ફોનમાં શામેલ કરવામાં આવ્યો હતો. તેની સાઈઝ એક ક્રેડિટ કાર્ડ જેટલી હશે. આ અનોખા ફોનને 18 વર્ષ જુની કંપની CLUBIT NEWએ તૈયાર કર્યો છે.

You might also like