જોઇ લો, 1174 કિલોગ્રામનું વિશ્વનું સૌથી મોટું બર્ગર

જર્મનીના પિલસ્ટિંગમાં તાજેતરમાં ૩૫૦૦ લોકો એક રસપ્રદ કાર્યક્રમ માટે એકઠા થયા હતા. ત્યાં વિશ્વનું સૌથી મોટું હેમ્બર્ગર બનાવવામાં આવી રહ્યું હતું. ત્યાંના રુડી ડિયેટલ નામના શેફે પોતાના અન્ય ત્રણસો સાથીદારો સાથે મળીને આ કાર્યનો પ્રારંભ કર્યો હતો. કલાકોની મહેનત અને અગાઉથી તૈયાર કરી રાખેલા જાયન્ટ સાઈઝના પાંઉની મદદથી આ બર્ગર બનાવવામાં આવ્યું હતું. એ માટે લગભગ ૧ હજાર કિલોગ્રામ માંસની પેટી બનાવવામાં આવી હતી. ખૂબ બધું ચીઝ અને અન્ય સામગ્રીનાં ગાર્નિશિંગ પછી જ્યારે આ વિરાટ સાઈઝના હેમ્બર્ગરનું વજન કરવામાં આવ્યું ત્યારે એ પૂરા ૧૧૬૪ કિ.ગ્રા.નું થયું. અગાઉ ૯૧૪ કિ.ગ્રા.નું બર્ગર વિશ્વના સૌથી મોટા બર્ગરનો દરજ્જો ભોગવતું હતું એટલે ત્યાં હાજર રહેલા પ્રતિનિધિએ આ જાયન્ટ સાઈઝના હેમ્બર્ગરને વિશ્વના સૌથી મોટા હેમ્બર્ગર તરીકેના ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપ્યું.

You might also like