આ છે દુનિયાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇંગ કાર, કિંમત સાંભળીને ચોંકી જશો!

અમદાવાદ: હવે સમય આવી ગયો છે. જે હજી સુધી પરિકલ્પના હતી તે હવે હકીકત બનાવા જઈ રહ્યું છે. હવે તમે ધરતી અને આકાશમાં ઊડતી ફ્લાઇંગ કાર જોઈ શકશો. દુનિયાની સૌ પ્રથમ ફ્લાઇંગ કાર લોન્ચ થઈ ગઈ છે જેને તમે પોતાના પર્શનલ વાહન તરીકે વાપરી શકો છો. આ ફ્લાઇંગ કાર રોડ પર ચાલશે તેમજ આકાશમાં ઊડી પણ શકશે. આવતા વર્ષથી આ સપનું સાકાર થઈ શકશે.

જર્મનીની PAL-V Liberty ટુ-સીટર ત્રણ પૈડાંવાળી ફ્લાઇંગ કાર છે જેમાં 99બીએચપી ડ્રાઇવિંગ માટે એન્જિન લાગેલું છે અને 197બીએચપીનું એન્જિન ઉડાન ભરવા માટે લગાડવામાં આવ્યું છે.

બીજી તરફે, આ ફ્લાઇંગ કારમાં રોટર બ્લેડ્સ એકદમ સારી રીતે કારની છત પર વળી જાય છે. લિબર્ટીમાં 800 માઇલ એક વખતના ઇંધણમાં મુસાફરી કરવાની ક્ષમતા છે. પરંતુ આ લિબર્ટી ફ્લાઇંગ કારની કિંમત સાંભળી તમે ચોંકી જશો. આ ફ્લાઇંગ કારની કિંમત આશરે 3.5 કરોડ રૂપિયા છે.

You might also like