વિશ્વની મોટી કંપનીઓમાં રોબોટનો ઉપયોગ વધ્યો!

અત્યાર સુધી એવી ભવિષ્યવાણી થતી હતી કે એ દિવસો દૂર નથી કે માણસોનું કામ રોબોટ કરવા લાગશે. રોબોટ માણસોની નોકરીઓ છીનવી લે છે તેવી આગાહી થતી હતી પણ તેની શરૂઆત અત્યારથી જ થવા લાગી છે. સૌથી વધારે કર્મચારીઓ ધરાવતી વિશ્વની દસ કંપનીઓમાંથી ત્રણ એવી ફોક્સકોન, વોલમાર્ટ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે માણસોની જગ્યાએ રોબોટને કામે લગાવી દીધા છે.

ક્રેડિટ લ્યોન્નૈસ સિક્યુપરિટિઝ એશિયાના એનાલિસ્ટ જ્હોન સીગ્રિમે કહ્યું હતું કે, “એપલ, ગૂગલ અને એમેઝોનની મેન્યુફેક્ચરિંગ પાર્ટનર કંપની ફોક્સકોને ૬૦,૦૦૦ કર્મચારીઓ બદલીને રોબોટને તેમનો કાર્યભાર આપી દીધો છે.” દુનિયામાં સૌથી વધુ રોજગાર પૂરી પાડતી કંપનીઓમાં અગ્રણી ગણાતી એવી વૉલમાર્ટે ૨૧ લાખ કર્મચારીની જગ્યા રોબોટને આપવાનું નક્કી કર્યું છે. વૅરહાઉસમાંથી માણસોને હટાવીને રોબોટને આ કામ સોંપવામાં આવશે.

બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ મોટાપાયે રોબોટનો સમાવેશ કરવા જઈ રહ્યું છે. વિશ્વમાં સૌથી વધુ કર્મચારીઓ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ધરાવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીનું કહેવું છે કે ચીનમાં ઓટોમેશન સેક્ટરમાં ૭૭ ટકા નોકરી ખતરામાં છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે અનુમાન કર્યું હતું કે ૨૦૨૦ સુધીમાં ૫૦ લાખથી વધુ નોકરી રોબોટ છીનવી લેશે.

You might also like