કાલે વર્લ્ડ યોગ ડે: એક લાખથી વધુ કાર્યક્રમોનું મેગા આયોજન

નવી દિલ્હી: ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વભરમાં સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ૨૧મી જૂને બીજા આંતરરાષ્ટ્રીય યોગ િદવસ નિમિત્તે દેશભરમાં એક લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ િદવસ પ્રસંગે નહેરુ યુવા સંગઠન એક ડઝનથી વધુ સામાજિક સંગઠનો સાથે મળીને દેશભરમાં ૧,૦૦,૨૬૦ કાર્યક્રમોનું આયોજન કરશે.
વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું છે કે પ્રાદેશિક સ્તરે ૧૦ સ્થળો – વારાણસી, ઈમ્ફાલ, જમ્મુ, વડોદરા, લખનૌ, બેંગલુરુ, વિજયવાડા, ભુવનેશ્વર, સિમલા અને હોશિયારપુરમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય કાર્યક્રમ ચંડીગઢ સાથે યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.
૨૧મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડીગઢમાં અને ૫૭ જેટલા પ્રધાનો દેશના વિવિધ ભાગોમાં યોગ કરશે. વડા પ્રધાન મોદી ચંડીગઢના કેપિટલ કોમ્પ્લેક્સમાં હજારો લોકો સાથે યોગ કાર્યક્રમમાં જોડાશે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ લખનૌ અને અરુણ જેટલી સ્થિત મુંબઈ સ્થિત કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા અમદાવાદ ખાતેના યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.
ૐ નહીં તો આમીન કહો ઃ બાબા રામદેવ
આરબ દેશ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ૧૦,૦૦૦ મુસ્લિમ મહિલાઓ અને લગભગ ૩૦,૦૦૦ વિવિધ સંપ્રદાયના લોકો સાથે યોગ કરાવ્યા બાદ ફરિદાબાદમાં ચાલી રહેલા યોગ મહોત્સવમાં પરત આવેલા બાબા રામદેવે ધર્મ નિરપેક્ષ યોગ મંત્ર આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જે લોકો યોગ કરતી વખતે ૐ બોલવા ઈચ્છતા ન હોય તો તેઓ આમીન બોલી શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિને દેશના પ્રત્યેક નાગરિકને યોગ કરવાનું આહ્વાન કરતા બાબા રામદેવે જણાવ્યું હતું કે અન્ય ધર્મોના લોકોને યોગ કરતી વખતે પોતાના ધાર્મિક પ્રતીકોનું ઉચ્ચારણ કરવાની છૂટ છે. આમીન હિબ્રુ ભાષાનો શબ્દ છે તેનો ઉપયોગ યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામના તમામ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવે છે.

You might also like