ટ્રમ્પની ભવિષ્યવાણી કરનારે 13 મેથી વિશ્વયુધ્ધની કરી આગાહી..!

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની ભવિષ્યવાણી કરનાર શખ્સે ત્રીજુ વિશ્વ યુધ મે મહિનામાં થશે તેમ જણાવ્યું છે. આ ખબર ઇન્ટરનેશનલ મિડીયામાં હાલ એક સમાચાર બની ગયા છે. ક્લેયરવાયંટ હોરસિઓ વિલગેસ નામના શખસે જણાવ્યું કે 13 મેથી જ ત્રીજા વિશ્વ યુધ્ધનો પ્રારંભ થશે. વિશ્વમાં રશિયા, અમેરિકા અને સીરિયા વચ્ચે હાલમાં તણાવ ચાલી રહ્યો હોવાનું પુરી દુનિયા જાણે છે. વિલગેસે જ 2015માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તેવી આગાહી કરી હતી. જ્યારે ત્રીજા વિશ્વયુધ્ધ માટે પણ ટ્રમ્પ જવાબદાર હશે તેમ પણ જણાવ્યું.

એક અહેવાલ મુજબ વિલગેસે જણાવ્યું કે વિશ્વના તાકાતવર દેશના નેતાઓ સિરીયા પર હુમલો કરશે. સિરીયા પર કેમિકલ હુમલો પણ કરવામાં આવશે. આ હુમલાના કારણે રશિયા, દક્ષિણ કોરિયા અને ચીન વચ્ચે યુધ્ધ શરૂ થઇ જશે.

વિલિયગસે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીનું પણ સમર્થન કર્યું છે. નાસ્ત્રેદમે કહ્યું હતું કે એક સાથે ઘણા બધા દેશો એકબીજા સાથે ટકરાશે અને ઘણા બધા લોકોના મોત થશે. વિલિયગસે એમ પણ જણાવ્યું કે આ હુમલામાં સીરિયાના રાષ્ટ્રપતિ અસદનું મૃત્યુ પણ થશે. ભવિષ્યવાણી મુજબ 13 એપ્રિલથી 13 મે વચ્ચે ઘણી અજીબોગરીબ ઘટનાઓ જોવા મળશે.

http://sambhaavnews.com/

You might also like