વિશ્વયુદ્ધના બ્રેકિંગ ન્યૂઝ અાપનાર પત્રકાર ૧૦૫ વર્ષનાં થયાં

હોંગકોંગ: બ્રિટિશ યુદ્ધ પત્રકાર ક્લેયરે હોલિંગવર્થમાં પોતાનો ૧૦૫મો જન્મદિવસ ઊજવ્યો. તેમને બીજા વિશ્વયુદ્ધ અંગે બ્રેકિંગ ન્યૂઝ અાપવાનો શ્રેય જાય છે. ક્લેયરે ૧૯૩૯માં ધ ડેલી ટેલિગ્રાફ ન્યૂઝ પેપરના માધ્યમથી પત્રકારત્વમાં પગ મૂક્યો હતો. તેમણે પોતાની પહેલી નોકરીના એક જ અઠવાડિયામાં સમાચાર અાપ્યા હતા કે જર્મનીની સેંકડો ટેન્ક પોલેન્ડની સીમા પર જમા થઇ છે અને હુમલા માટે તૈયાર છે.

તેમણે પેલેસ્ટાઈન, વિયેતનામ, અલ્જિરિયા અને ચીનમાં પણ રિપોર્ટિંગ કર્યું છે. ક્લેયરે હોંગકોંગમાં વિદેશી પત્રકારોની ક્લબમાં મિત્રો અને પરિવાર સાથે જન્મદિવસ ઊજવ્યો. અા અવસરે તેમના જીવન પર અાધારિત નવા પુસ્તકનું વિમોચન કરાયું. તેમના પ્રપૌત્ર પેટ્રિક ગેરેટે અા પુસ્તક લખ્યું છે.  ક્લેયરે બે વખત લગ્ન કર્યાં અને ૧૯૮૦ના દાયકાથી હોંગકોંગમાં જ રહે છે. ક્લેયર દુનિયાનાં સૌથી વૃદ્ધ મહિલા નથી. અા રેકોર્ડ ઇટાલીની એમ્મા મોરાનો પાસે છે. તે હાલમાં ૧૧૬ વર્ષ, ૩૧૬ દિવસની છે. ત્યારબાદ જમૈકાની વાયલેટ બ્રાઉન અને જાપાનની નબી તાજીમાં છે. તેની ઉંમર પણ ૧૧૬ વર્ષ છે.

You might also like