ડોનાલ્ડ ટ્રમ્પે USનીતિમાં બદલાવ કરતા ભારત કરી શકશે ઘાતક ડ્રોનની ખરીદી

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારી એજન્સીઓને આદેશ આપ્યો છે કે, વિદેશોમાં હથિયારનું વેચાણ ઝડપથી વધારવામાં આવે. જેમાં તેમણે સહયોગી દેશોની સેનાઓ માટે એડવાન્સ ડ્રોનના વેચાણની વાત કરી છે. વાઈટ હાઉસના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.

ટ્રમ્પનું આ કદમ ભારત જેવા દેશો માટે ફાયદેકારક સાબીત થઇ શકે છે. કારણ કે ભારતીય સેનામાં આવનાર 10 વર્ષમાં 400 ડ્રોનની માંગ છે. જેની અંદર કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ થતા રિમોટ પાઇલોટેડ એરક્રાફ્ટની સાથે હાઇ એનર્જી લેઝર અને હાઈ પાવર માઈક્રોવેવ્સની ક્ષમતા વાળા હથિયાર સામેલ છે. જે હથિયાર દુશ્મનના કોઈ પણ ટાર્ગેટ કે સેટેલાઈટને ખતમ કરવા માટે સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે,ભારતીય સેનાએ આવનાર 10 વર્ષમાં 400 ડોનની માંગણી કરેલ છે, જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોંચ થનારા રિમોટ પાઈલેટેડ એરક્રાફ્ટની સાથો સાથ હાઈ એનર્જી લેઝર અને હાઈ પાવર માક્રોવેવ્સની ક્ષમતા ધરાવતા એનર્જી હથિયાર પણ શામેલ છે. આ હથિયાર દુશ્મનના કોઈ પણ લક્ષ્યાંક અને સેટેલાઈટને નષ્ટ કરવામાં ખુબ જ ઉપયોગી છે.

સંરક્ષણ મંત્રાલયના નવા ‘ટેક્નોલોજી પર્સપેક્ટિવ એંડ કેપેબિલિટ્યી રોડમેપ 2018’માં આવી અનેક સૈન્ય ક્ષમતાઓ પર વાત કરવામાં આવી છે જેથી કરીને 2020 સુધી દેશની આક્રમક અને રક્ષણાત્મક સૈન્ય જરૂરિયાતો વિષે જાણકારી આપવામાં આવે. સેંડર્સે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નેશનલ સિક્યોરિટી પ્રેજિડેંશિયલ મેમોરેંડમ પર હત્યાક્ષર કર્યા છે, જેમાં નવા કન્વેંશનલ આર્મ્સ ટ્રાંસફર (સીએટી)ને માન્યતા આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, નવી સીએટી પોલિસી રાષ્ટ્રપતિની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીમાં તેમની પ્રાથમિકતા દર્શાવે છે, જેના અંતર્ગત અમેરિકાની તમામ સરકારી એજન્સીઓ પ્રસ્તાવિત હથિયારોના હત્યાંતરણની સમીક્ષા અને તેનું મૂલ્યાંકન કરશે અને અમેરિકાની કંપનીઓ દ્વારા વાણિજ્યિક સંરક્ષણ વેચાણને મંજૂરી આપશે. સેંડર્સે વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી નીતિઓ અમેરિકાના સહયોગી અને ભાગીદારોને મજબુતિ પ્રદાન કરશે. આ ઉપરાંત અમેરિકાના નાગરિકોને રોજગારીની તકો પણ વધારે અને સંયુક્ત સુરક્ષા હિતોને આગળ ધપાવશે. આ નીતિમાં રાષ્ટ્રપતિએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

You might also like