વેસ્ટઇન્ડીઝે ભારતને 7 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ

મુંબઇ: આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2016ની ફાઇનલ વેસ્ટઇન્ડીઝ અને ઇગ્લેંડ વચ્ચે રમવામાં આવશે. વેસ્ટઇન્ડીઝે ગુરૂવારે રમાયેલી બીજી સેમીફાઇનલમાં ભારતને સાત વિકેટે હરાવી કલકત્તામં રવિવારે યોજાનારી ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ભારતે વાનખેડે સ્ટેડીયમમાં ટોસ હાર્યા બાદ વિરાટ કોહલી (અણનમ 89)ની ઇનિંગની મદદથી 3 વિકેટના નુકસાને 192 રન બનાવ્યા. તેના જવાબમાં મેદાનમાં ઉતરેલી કેરેબિયન ટીમે 19.4 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

વેસ્ટઇન્ડીઝની જીતના હીરો રહેલા લેંડલ સિમંસ (અણનમ 83 રન, 51 બોલ, સાત ચોગ્ગા, પાંચ સિક્સર) અને જોનસન ચાર્લ્સ (52 રન, 36 બોલ, સાત ચોગ્ગા, 2 સિક્સર) આ બંનેએ 19 રનના સ્કોઅર પર ક્રિસ ગેલ (5) અને માર્લન સૈમુઅલ્સ (8) વિકેટ લીધા બાદ ત્રીજી વિકેટ માટે 97 રન બનાવી પોતાની જીતનો આધાર નક્કી કરી લીધો.

 

20 ઓવર: કોહલી અંતિમ ઓવર કરવા માટે, પહેલાં બોલમાં એક રન આવ્યો, બીજા બોલમાં કોઇ રન નહી, ત્રીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલમાં રસેલે સિક્સર ફટકારીને વેસ્ટઇન્ડીઝ ટીમને ફાઇનલમાં એન્ટ્રી અપાવી દીધી હતી.

18 ઓવર: બુમરાહની અંતિમ ઓવરના પ્રથમ બોલમાં કોઇ રન નહી, બીજા બોલમાં પણ એકપણ રન નહી, ચોથા પર ચોગ્ગો, પાંચમા બોલ પર બે રન મળ્યા. અંતિમ બોલમાં ચોગ્ગો ફટકાર્યો. સ્કોર: 173/3

17 ઓવર: નેહારા પોતાની અંતિમ ઓવર ફેંકવા માટે આવ્યો, પહેલા બોલમાં એક રન આવ્યો, બીજા બોલમાં પણ એક રન આવ્યો. ત્રીજા બોલમાં નહેરાએ રન બનાવવાની તક ન આપી. ચોથા બોલમાં સિક્સર ફટકારી, પાંચમા બોલમાં એક રન આવ્યો, અંતિમ બોલમાં પણ એક રન આવ્યો. સ્કોર: 161/3

16 ઓવર: બુમરાહ પોતાની ત્રીજી ઓવર માટે આવ્યો અને પહેલા બોલ પર એક રન આવ્યો, બીજા બોલમાં સિમંસ બોલ ચૂક્યો એકપણ રન નહી, ત્રીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલમાં એક રન આવ્યો, પાંચમા બોલમાં પણ એકપણ રન આવ્યો, અંતિમ બોલમાં સિક્સર ફટકારી. સ્કોર: 151/3

15 ઓવર: પંડ્યાએ પહેલા બોલમાં ચાર રન આપ્યા, બીજા બોલમાં કોઇ રન નહી, ત્રીજા બોલમાં રસેલે સિક્સર ફટકારી, ચોથા બોલમાં કોઇ રન નહી, પાંચમા બોલમાં એક રન આવ્યો, અંતિમ બોલમાં પંડ્યાએ સિમંસની ફરી વિકેટ લીધી પરંતુ ફરી એકવાર નો-બોલ ફેંક્યો, અંતિમ બોલમાં સિક્સર ફટકારી. સ્કોર: 138-3

14 ઓવર: કેપ્ટન ધોનીએ કોહલીને બોલીંગ કરવા માટે બોલાવ્યો અને તેણે ચાર્લ્સને પહેલાં બોલમાં પેવેલિયન ભેગો કર્યો. બીજા બોલમાં એકપણ રન નહી, ચોથા બોલમાં બે રન આવ્યા. અંતિમ બોલમાં પણ એક રન આવ્યો. સ્કોર: 120/3

13 ઓવર: જાડેજા ઓવર ફેંકવા આવ્યો, પહેલા બોલ પર સિમંસે એક રન લીધો, બીજા બોલ પર ચાર્લ્સને જીવતદાન મળ્યું, ત્રીજા બોલમાં સિમંસે ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલમાં એક રન આવ્યો. પાંચમા બોલમાં પણ એક રન આવ્યો, અંતિમ બોલમાં પણ એક ચોગ્ગો ફટકાર્યો. સ્કોર: 116-2

10 ઓવર: પહેલો બોલ હાર્દિક પંડ્યાએ વાઇડ ફેંક્યો, આગામી બોલ પર ચાર્લ્સે સિક્સર ફટકારી, બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્રીજા બોલમાં એક રન આવ્યો, ચોથા બોલ પર એક રન આવ્યો. સ્કોર 84-2

8 ઓવર: હાર્દિક પંડ્યા બોલીંગ કરવા માટે આવ્યો અને પહેલા બોલમાં સિમંસે એક રન લીધો, બીજા બોલ પર ચાર્લ્સે પણ એક રન લીધો, ત્રીજા બોલમાં ફરી સિમંસે એક રન લીધો, ચોથા બોલમાં કોઇ રન નહી, પાંચમા બોલમાં પણ ચાર્લ્સે ચોગ્ગો ફટકાર્યો, છેલ્લા બોલમાં એક રન આવ્યો. સ્કોર: 59/2

7 ઓવર: ધોનીએ અશ્વિનને બોલીંગ આપી પહેલા બોલમાં એક રન આવ્યો પરંતુ બીજા બોલ પર સિમંસે ચોગ્ગો ફટકાર્યો, ત્રીજા બોલ પર કોઇ રન નહી પરંતુ ચોથા બોલ પર અશ્વિને સિમંસને કેચ આઉટ કર્યો પરંતુ અશ્વિને નો બોલ ફેંક્યો અને સિમંસ બચી ગયો, ફ્રી હિટ પર સિમંસ કંઇ ખાસ કરી શક્યો નહી, અંતિમ બોલમાં એક રન આવ્યો. સ્કોર: 52-2

6 ઓવર: જાડેજા બોલીંગ કરવા માટે આવ્યો અને પહેલા બોલ પર ચાર્લ્સે એક રન લીધો, બીજા બોલ પર સિમંસે બે રન લીધા, ત્રીજા બોલ પર સિમંસે સિક્સર ફટકારી, ચોથા અને પાંચમા બોલ પર કોઇ રન નહી, અંતિમ બોલમાં બે રન આવ્યા. સ્કોર 44-2

5 ઓવર: નેહરાએ ધોનીએ સતત ત્રીજી ઓવર આપી, પહેલા બે બોલમાં કોઇ રન નહી, ત્રીજા બોલમાં ચાર્લ્સ રન લેવામાં નિષ્ફળ રહ્યો, પાંચમા બોલમાં નેહરાની ચતુરાઇના લીધે ચાર્લ્સ મોટો શોટ રમી શક્યો નહી અને ફક્ત એક રન મળ્યો. પાંચમા બોલ પર સિમંસે શાનદાર ચોગ્ગો ફટકાર્યો, અંતિમ બોલ પર કોઇ રન નહી. સ્કોર 33-2

4 ઓવર: બુમરાહે પોતાની બીજી ઓવર લઇને અવ્યો અને પહેલા બે બોલ પર ચાર્લ્સે બે ચોગ્ગા ફટકાર્યા, ત્રીજા બોલમાં કોઇ રન નહી, ચોથા બોલમાં ચાર્લ્સે એક રન લીધો, પાંચમા બોલમાં એકપણ રન નહી, અંતિમ બોલમાં કોઇ રન નહી. સ્કોર: 28-2

3 ઓવર: ઓવરના અંતિમ બોલ પર માર્લન સૈમુઅલ્સ, રહાણેના હાથે કેચ આઉટ થઇ ગયો, તેણે 8 રન બનાવ્યા.

hardik

2 ઓવર: બુમરાહ બોલીંગ કરવા માટે આવ્યો અને પ્રથમ બોલમાં ગેલને ક્લીન બોલ્ડ કર્યો, માર્લન સૈમ્યુએલ્સ મેદાનમાં બેટીંગ કરવા માટે આવ્યો પહેલાં બોલમાં કોઇ રન નહી, ત્રીજા બોલ પર માર્લન સૈમુલ્સે ચોગ્ગો ફટકાર્યો, ચોથા બોલમાં કોઇ રન નહી, પાંચમા બોલમાં પણ કોઇ રન નહી, અંતિમ બોલમાં બુમરાહે જગ્યા આપતાં માર્લન સૈમુલ્સે ચોગ્ગો ફટકાર્યો. સ્કોર: 14/1

gail

1 ઓવર: નેહરા બોલીંગ કરવા માટે આવ્યો અને પ્રથમ બોલમાં ચાલ્સે એક રન લીધો, ગેલ સ્ટ્રાઇક પર આવ્યો અને બીજો બોલ નહેરાએ શાનદાર ફેંક્યો કોઇ રન નહી, ત્રીજા બોલમાં ગેલ માંડ-માંડ બચ્યો, નેહરાએ ચોથો બોલ શોર્ટ ફેંક્યો ગેલે તેને ધોની પાસે જવા દીધો, પાંચમો બોલ નેહરાએ ફેંક્યો જેમાં ગોલે ચોગ્ગો ફટકાર્યો, છેલ્લા બોલમાં એક રન આવ્યો. સ્કોર 6-0

વેસ્ટઇન્ડીઝની ઇનિંગ શરૂ
india-west-indies

ભારતીય ટીમે ગુરૂવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહેલી આઇસીસી ટી-20 વર્લ્ડ વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ મેચમાં વેસ્ટઇન્ડીઝની સમક્ષ 193 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. ભારતે ટોસ હાર્યા બાદ પહેલાં બેટીંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા.

ટી-20 વર્લ્ડકપના પ્રથમ બેટીંગ કરનાર ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલીએ (અણનમ 89 રન, 47 બોલ, 11 ચોગ્ગા, 1 સિક્સર), રોહિત શર્મા (43 રન, 31 બોલ, 3 ચોગ્ગા, 3 સિક્સર), અજિંક્ય રહાણે (40 રન, 35 બોલ, 2 ચોગ્ગા) અને મહેન્દ્ર સિંહ ધોની (અણનમ 15 રન, 9 બોલ, 1 ચોગ્ગો) ફટકાર્યો હતો.

2012માં આ ખિતાબ જીતનાર વેસ્ટઇન્ડીઝ તરફથી સૈમુઅલ બદ્રી અને આંદ્ર રસેલે એક-એક વિકેટ ઝડપી હતી.

20 ઓવર: બ્રાવોની ઓવરના પ્રથમ બોલમાં ધોનીએ એક રન લીધો, બીજા બોલમાં કોહલીએ બે રન લીધા, ત્રીજા બોલમાં એક રન લીધો, ચોથા બોલ પર ધોનીએ ત્રણ રન લીધા, પાંચમા બોલમાં કોહલીએ ચોગ્ગો ફટકાર્યો, અંતિમ બોલમાં ફરી એક રન આવ્યો, ભારતે કુલ 192 રન બનાવ્યા.

virat-kohali

19 ઓવર: રસેલ પોતાની અંતિમ લઇને આવ્યો અને પ્રથમ બોલમાં ધોનીએ એક રન લીધો, બીજા બોલમાં બે કોહલીએ બે રન લીધા, ત્રીજા બોલમાં કોહલીએ સિક્સર ફટકારી, ચોથા બોલમાં ફરી બે રન લીધા, પાંચમા બોલમાં કોહલીએ ફરી ચોગ્ગો ફટકાર્યો, અંતિમ બોલમાં કોહલી ચોગ્ગો ફટકાર્યો. સ્કોર: 180-2

18 ઓવર: બ્રાવોની ઓવરમાં પ્રથમ બોલમાં ધોનીએ એક રન લીધો, બીજા બોલ પર કોહલીએ પણ એક રન લીધો, ત્રીજા બોલ પર એક રન લીધો, ચોથા બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકાર્યો, શું ખેલાડી છે કોહલી, શાનદાર બેટીંગ, અંતિમ બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકાર્યો. સ્કોર: 161-2

17 ઓવર: બ્રાથવેટ પોતાની અંતિમ ઓવર નાખવા માટે આવ્યો પહેલાં જ બોલ પર ધોનીએ ચોગ્ગો ફટકાર્યો, બીજા બોલ પર બે રન મળ્યા. ત્રીજા બોલમાં એક રન આવ્યો, કોહલીએ ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પાંચમા બોલમાં કોહલીએ બે રન લીધા અને પોતાની ફીફ્ટી પૂરી કરી લીધી, અંતિમ બોલમાં ચાર રન મળ્યા. સ્કોર: 150-2

virat

16 ઓવર: રસેલની નવી ઓવરના પ્રથમ બોલમાં કોઇ રન મળ્યો નહી, બીજા બોલમાં કોહલીએ એક રન લીધો, ત્રીજા બોલમાં રહાણેએ મોટો શોટ ફટકાર્યો પરંતુ બાઉન્ડ્રી પર કેચ આઉટ થઇ ગયો, ધોની નંબર 4 પર બેટીંગ કરવા માટે મેદાન ઉતર્યો, કોહલીએ ચોથા ચોથા બોલમાં બે રન લીધા. પાંચમા બોલમાં એક રન આવ્યો, અંતિમ બોલમાં એક રન આવ્યો. સ્કોર: 133-2

15 ઓવર: કાર્લોસ બ્રાથવેટ પોતાની નવે ઓવર લઇને આવ્યો, પહેલા બે બોલ પર સિંગલ રન આપ્યા. ત્રીજા બોલ પર કોઇ રન નહી, ચોથા બોલ પર કોહલીએ ચોગ્ગો ફટકાર્યો, પાંચમા બોલ પર એક રન આવ્યો. સ્કોર: 127-1

14 ઓવર: બેનની ઓવરના પ્રથમ બોલમાં કોહલી ચોગ્ગો ફટકાર્યો, બીજા બોલમાં એક રન લીધો, રહાણે ત્રીજા બોલમાં બે રન લીધા, ચોથા બોલમાં રન લીધો, પાંચમા બોલમાં કોહલીએ બે રન લીધા, અંતિમ બોલ પર એક રન લઇને કોહલીએ સ્ટ્રાઇક પોતાની રાખે રાખી. સ્કોર: 120-1

12 ઓવર: બેનના પ્રથમ બોલ પર કોહલીએ એક રન લીધો, બીજા બોલ પર રહાણેએ બે રન લીધા, ત્રીજા પર રહાણેએ શોટ મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક જ રન મળ્યો, ચોથા બોલમાં કોહલીએ પણ સિંગલ રન લીધો, પાંચમા બોલ પર પણ એક રનથી સંતોષ માનવો પડ્યો, અંતિમ બોલમાં પણ સિંગલ મળ્યો. સ્કોર: 98-1

11 ઓવર: કાર્લોસ બ્રાથવેટ પોતાની આગામી ઓવર લઇને આવ્યો પહેલા બોલ પર રહાણેએ એક રન લીધો, બીજા પર પણ એક રન આવ્યો, ત્રીજા બોલ પર પણ એક રન મળ્યો, ચોથા બોલ પર કોઇ રન ન મળ્યો, પાંચમા બોલ પર એક રન. અંતિમ બોલ પર પણ સિંગલ રન મળ્યો. સ્કોર: 91-1

10 ઓવર: બદ્રીએ પ્રથમ બોલ વાઇડ ફેંક્યો,બીજા બોલ પર બે રન આવ્યા, આગામી બોલ પર કોઇ રન નહી, ત્યારબાદ ત્રીજા બોલ પર એક રન આવ્યો, ચોથા બોલ પર એક રન આવ્યો, પાંચમા બોલ પર રહાણે ચોગ્ગો ફટકાર્યો, છેલ્લા બોલ પર એક રન આવ્યો. સ્કોર: 86-1`

9 ઓવર: કેપ્ટન સૈમીએ બ્રાવોને બોલીંગ આપી, પહેલાં બોલ પર રહાણેએ એક રન લીધો, બીજા બોલમાં બ્રાવોએ ફેંક્યો અને કોહલીએ તેને સીધો વિકેટકીપરના હાથમાં જવા દીધો, તેના આગામી બોલ વિરાટના માથા પરથી ગયો, એમ્પાયરે નો બોલ આપ્યો પરંતુ કોહલી ફ્રી-હીટનો ફાયદો ઉઠાવ્યો ન શક્યો, ચોથા બોલમાં ફરી કોહલી રન થતાં-થતાં બચી ગયો, પાંચમા બોલમાં કોહલીએ ચાર પ્રાપ્ત કર્યા, છેલ્લા બોલમાં બે રન આવ્યા. સ્કોર: 76-1

8 ઓવર: પહેલા બોલમાં કોઇ રન નહી, બીજા બોલ પર ફ્લિકના ચક્કરમાં રોહિત શર્મા આઉટ થઇ ગયો, તેણે 43 રન બનાવ્યા. રોહિત શર્માની જગ્યાએ વિરાટ કોહલી રમવા આવોય અને પહેલા બોલ પર એક રન લીધો, ચોથા બોલ પર રહાણેએ કોઇ રન ન લીધો, પાંચમા બોલ પર કટ શોટ મારીને બે રન લીધા, છેલ્લા બોલ પર રહાણેએ એક રન લીધો.  

wes-indies

7 ઓવર: બેનના પ્રથમ બોલમાં રોહિત શર્માએ રક્ષાત્મ તરીકે રમ્યો, બીજા બોલમાં એક રન આવ્યો, ત્રીજા બોલ પર રહાણેએ ફરી એક રન લઇને રોહિત શર્માને સ્ટ્રાઇક આપી, આગામી બોલ પર ફરી એક રન આવ્યો, પાંચમા બોલ પર રહાણેએ બે રન લીધા, છેલ્લા બોલ પર બે રન આવ્યા. સ્કોર: 62-0

6 ઓવર: રસેલ પોતાની બીજી ઓવર લઇને આવ્યો, પ્રથમ બોલમાં કોઇ રન નહી, બીજા બોલમાં એક સિક્સર ફટકારી, એમ્પાયરે નો-બોલ આપ્યો, ફ્રી-હીટ પર રોહિત શર્માએ ફરી પ્રહાર કરતાં સિક્સર ફટકારી, આગામી બોલમાં એક રન આવ્યો, રહાણેએ ચોથા બોલ પર એક રન લીધો, પાંચમા બોલ પર ફરી રોહિતે પોતાના હાથ ખોલ્યા અને ચાર લીધા, છેલ્લા બોલમાં એક રન લઇને શર્માએ સ્ટ્રાઇક પોતાની પાસે રાખી. સ્કોર: 55-0

5 ઓવર: બદ્રીએ પહેલાં બે બોલમાં એકપણ રન ન લેવા દેતાં રહાણે આગામી બોલમાં જોરદાર શોટ ફટકાર્યો અને ચાર રન પ્રાપ્ત કર્યા. આગામી બોલ પર બ્રાવોએ શાનદાર ફિલ્ડિંગ કરી બે રન બચાવ્યા, પાંચમા અને અંતિમ બોલ પર એક રન આવ્યા.  સ્કોર: 36-0

4 ઓવર: કેપ્ટન સૈમીએ સુલેમાન બેનને બોલીંગ માટે બોલાવ્યો અને પહેલા બોલમાં રોહિત શર્માએ બે રન લીધા, બીજા બે બોલમાં એકપણ રન નહી, ચોથા બોલમાં રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો, પાંચમા બોલમાં ફરી રોહિત શર્માએ પ્રહાર કર્યો અને ચોગ્ગો ફટકાર્યો, છેલ્લા બોલ પર રોહિત શર્માએ એક રન લઇને સ્ટ્રાઇક પોતાની પાસે રાખી. સ્કોર: 26-0

3 ઓવર: કાર્લોસ બ્રાથવેટ પોતાની પ્રથમ ઓવર લઇને આવ્યો અને રોહિત શર્માએ સિક્સર ફટકારી તેનું સ્વાગત કર્યું, બીજા બોલમાં કોઇ રન નહી, ત્રીજા બોલમાં એક રન લઇને તેણે રહાણે રમવાની તક આપી, રહાણેએ એક રન લીધો, પાંચમા બોલમાં કોઇ રન ન મળ્યો, છેલ્લા બોલમાં રોહિત શર્માએ ઝડપથી એક સિંગલ લીધો. સ્કોર :15-0

2 ઓવર: સૈમુઅલ બદ્રી બીજી ઓવર નાખવા માટે આવ્યો, પહેલા બે બોલમાં બે રન આવ્યા, ત્યારબાદ બીજા બે બોલમાં એકપણ રન નહી, પાંચમા બોલ પર એક રન મળ્યો. છેલ્લા બોલ પર રોહિત શર્માએ એક લીધો સ્કોર: 6-0

1 ઓવર: ભારત તરફથી રોહિત શર્મા અને અજિંક્ય રહાણે બેટીંગ કરવા આવ્યા, આંદ્રે રસેલ બોલીંગની શરૂઆત કરી. પહેલા ત્રણ બોલમાં કોઇ રન નહી, ચોથા બોલમાં રોહિત શર્માએ એક રન લઇને ખાતું ખોલ્યું. રહાણેએ પાંચમા બોલમાં એક રન લીધો, છેલ્લા બોલમાં એકપણ રન નહી. સ્કોર: 2-0

You might also like