વૈશ્વિક બજારના સપોર્ટે સ્થાનિક શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું

અમદાવાદ: એશિયાનાં મોટા ભાગનાં શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. ગઈ કાલે સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટ્યા બાદ આજે શરૂઆતે સાધારણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૩૫.૨૧ પોઈન્ટના સુધારે ૨૫,૪૩૬ જ્યારે એનએસઈ નિફ્ટી ૮.૧૦ પોઈન્ટના સુધારે ૭૭૯૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

આજે શરૂઆતે લુપિન, મારુતિ, ઈન્ફો‌િસસ અને હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ચાર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી બાજુ ગેઈલ કંપનીના શેરમાં ૧.૨૫ ટકા, ઓએનજીસી કંપનીના શેરમાં ૧.૧૯ ટકા જ્યારે એનટીપીસી કંપનીના શેરમાં ૦.૯૬ ટકાનો સુધારો જોવાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજાર માટે મોન્સૂન ફેક્ટર મહત્ત્વનું સાબિત થઈ શકે છે. રોકાણકારોની નજર તેના પર મંડાયેલી છે.

You might also like