અાજે વિશ્વ ૨૫ વર્ષ પહેલાં કરતાં વધુ સલામત

લંડન: દુનિયામાં પહેલેથી જ કુદરતી અને માનવસર્જિત અાફતો અાવતી રહે છે. અાજકાલ લોકો એવું પણ કહેતા સાંભળવા મળે છે કે પહેલા તો અાવા રોગો ન હતા. અાજે જેટલી ઇજાઅો થાય છે તેટલી પહેલાં થતી ન હતી. પરંતુ એક ગ્લોબલ સર્વેમાં જાણવા મળ્યું છે કે ૨૫ વર્ષ પહેલાં વિશ્વની જે હાલત હતી તેના કરતા અાજે િવશ્વ વધુ સલામત છે. ૧૮૮ દેશોમાં સેફ્ટી અને ઇન્જરીને લગતો ડેટા નોંધવામાં અાવ્યો. તેના પરથી જાણવા મળ્યું કે અાજ કરતા ૨૫ વર્ષ પહેલાં જે વિશ્વ હતું તેના કરતાં અાજે વધુ સલામતી છે. હાલમાં રોડ એક્સિડેન્ટ હાથે કરીને ઇજાનો પ્રયાસ, એકબીજા સાથે હિંસાત્મક વર્તન અને પડવા-અાખડવાના કારણે, ઇજાઅો થાય છે. અાંકડાની દૃષ્ટિઅે જોઈઅે તો વિશ્વમાં બધે સ્ત્રીઅો કરતા પુરુષોમાં ઇજાનું પ્રમાણ વધ્યું છે. પહેલા અાવી બધી ઇજાઅોના કારણે મૃત્યુનું જે પ્રમાણ હતું તેના કરતા અાજે ૩૧ ટકા જેટલો ઘટાડો થયો છે.

You might also like