વિશ્વના સૌથી નાનો શ્વાન મિરેકલ મિલિ 49 વખત ક્લોન થયો!

લંડન: દક્ષિણ કોરિયા ખાતેના સોલ ખાતે આવેલી સૂનમ બાયોટેક રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકોએ સેમ્લેરનો સંપર્ક કરી તેનું ક્લોન કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો, જેથી તેના કદનો જિનેટિક કોડ નક્કી થઈ શકે. એ માટે વિજ્ઞાનીઓ દ્વારા મિલિના કોષ કાઢી તેના ન્યુક્લિયસનો ઉપયોગ કરી દાતા શ્વાનના અંડકોષમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

૧૯૯૬માં જે રીતે ડોલીનો જન્મ કરાયો હતો એ જ રીતે મિલિમાંથી પણ ક્લોન કરાયું હતું. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં મિલિનો છેલ્લો ક્લોન પેદા થયો હતો. એ પહેલાં તો ૪૮ ક્લોન પેદા થયા હતા, જેમાંથી ૧૨ અત્યારે તેના મૂળ માલિક સેમ્લર પરિવારમાં રહે છે, તેમનાં નામ ‘સ’ પરથી શરૂ થાય છે.

ગયા મહિને જ એ પરિવારને સૌથી વધુ વખત ક્લોન થયેલા શ્વાન તરીકે મિલિના વિક્રમની નોંધણી મળી હતી. ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન મિલિનનું ક્લોન થયું છે.

પૃથ્વી પર સૌથી નાનો શ્વાન હોય તો એ મિરેકલ મિલિ છે. એ શ્વાન બે મુદ્દે ખાસ ચર્ચામાં છે, તેનાં નાનાં કદના કારણે અને તે સૌથી વધુ વખત ૪૯ વખત ક્લોન થયો છે તે માટે! વિજ્ઞાનીઓએ બચુકડા ચિહુઆહુઆ પ્રજાતિના આ શ્વાનની ૪૦ જિનેટિકલી આઇડેન્ટિકલ ક્લોન પેદા કરી છે!

તેના નાનકડા કદનું રહસ્ય પામવા માટે વિજ્ઞાનીઓએ છ વર્ષના આ શ્વાનનું ક્લોનિંગ કર્યું છે. મિરેકલ મિલિનું વજન ફક્ત એક ઔંસ (અંદાજે ૨૮ ગ્રામ) કરતાં પણ ઓછું છે! તે ટૂંટિયું વળીને બેસે તો એક ચમચીમાં સમજાઈ જાય! ૨૦૧૨ના વર્ષથી મિરેકલ મિલિના નામે સૌથી નાના જીવ શ્વાન તરીકેનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે.

તે ઊભો રહે ત્યારે તેની ઊંચાઈ માંડ ૩.૮ ઇંચ થાય છે અને તેનું વજન તો એક મોટા સફરજન જેવું એટલે કે એક પાઉન્ડ જેટલું માંડ થાય છે. તેના નાના કદના કારણે તે વિશ્વભરમાં ધ્યાન ખેંચનારો શ્વાન બન્યો છે.

You might also like