ચીનમાં વિશ્વનો સૌથી પહેલો સોલર એક્સપ્રેસ હાઈવે શરૂ થયો!, જેમ ગાડીઓ ચાલશે તેમ મળશે વીજળી

સોલર એનર્જીથી વિજળી ઉતપન્ન કરવાના મામલે ચીન વિશ્વનો સૌથી પહેલો દેશ બની ગયો છે. ડ્રેગને વિશ્વનો સૌથી પહેલો સોલર એક્સપ્રેસ-વે બનાવી દીધો છે. ચીનના પૂર્વી શિડોંગ રાજ્યની રાજધાની જિનાનમાં શુક્રવારે એક કિમી લાંબા આ એક્સપ્રેસ હાઈવેની શરૂઆત કરવામાં આવી હતી.

આ સોલર એક્સપ્રેસ વેમાં રસ્તાની નીચે સોલર પેનલ લગાવવામાં આવી છે. રસ્તાઓને પારદર્શી રીતે બનાવવામાં આવ્યા છે, જેના કારણે સૂર્યના કિરણો તેને પાર કરીને સીધા પેનસ સુધી પહોંચી શકે. રસ્તામાં સૌથી નીચે વૉટરપ્રૂફ પરત લગાવવામાં આવી છે. આ પારદર્શી રસ્તાઓ ગમે તેવા મોટા મોટા વાહનોનો ભાર ખેંચવામા સક્ષમ છે.

પ્રોજેક્ટ બનાવનાર ક્યૂલૂ ટ્રાન્સપોર્ટ ડેવલોપમેન્ટ ગ્રુપ પ્રમાણે, આ સોલર હાઈવેનું હાલમાં પરિક્ષણ ચાલી રહ્યું છે. આ હાઈવેને આગામી 20 વર્ષ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. રસ્તાની નીચે લાગેલા 5875 વર્ગ મીટરની સોલર પેનલ એક વર્ષમાં 10 લાખ કિલોવોટ વીજળી પેદા કરશે.

જેનાથી 800 ઘરોમાં વીજળી પહોંચાડી શકાશે. આ સોલર હાઈવેથી રોડ લાઈટ, સાઈનબોર્ડ, સર્વિલાંસ કેમરા અને ઈન્ટરનેટ સેવા ચાલુ કરવામાં આવશે. જાણકારી પ્રમાણે સોલર પેનલ લગાવવાથી સોલર ફાર્મ બનાવવામાં ઉપયોગમાં લેતી જમીનનો ઉપયોગ ઘટાડી શકાશે.

You might also like