ગ્લોબલ વોર્મિંંગ બદલ વિશ્વનાં પ્રથમ જાનવર જવાબદારઃ વિજ્ઞાનીઓ

લંડન: વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સ્તરની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અને તેની અસર વિશ્વમાં જોવા મળી રહી છે. જેના કારણે કોઈ દેશમાં વધુ ગરમી તો અમુક દેશમાં અતિ કાતિલ ઠંડી પડી રહી છે.ત્યારે આ બાબતે બ્રિટનની યુનિ. ઓફ એગ્જેટરના પ્રોફેસર ટીમ લેન્ટન અને વિજ્ઞાનીઓએ અભ્યાસ કર્યા બાદ દાવો કરતાં જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંંગ બદલ વિશ્વના પહેલાં જાનવરોને જવાબદાર ગણી શકાય.

વિજ્ઞાનીઓએ અભ્યાસના આધારે દાવો કરતાં વધુમાં જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંંગ બદલ ૫૦ કરોડ વર્ષ પહેલાં ધરતી પર પેદા થયેલા પહેલા જાનવરોની ઉત્પત્તિ જવાબદાર હતી. આ અંગેના નવા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ૫૨ થી ૫૪ કરોડ વર્ષ પહેલાં દરિયામાં પ્રાણી જગતની ઉત્પત્તિ થઈ હતી.

અને દરિયાના તળિયામાં જૈવિક પદાર્થ તૂટવાનંુ શરૂ થઈ ગયું હતું. તેના કારણે કાર્બન ડાયોકસાઈડ વધુ ઉત્પન્ન થવા લાગ્યો અને વાતાવરણમાં ઓકિસજનની માત્રા ઘટવા લાગી હતી. નેચર કમ્યુનિકેશન નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ સંશોધકોએ જણાવ્યુ કે ત્યારબાદ આગળના ૧૦ કરોડ વર્ષમાં આવા શરૂઆતના જાનવરોની સ્થિતિ વધુ મુશ્કેલ થવા લાગી છે.

કારણ દરિયામાં ઓકિસજનનું સ્તર ઘટતું ગયું અને કાર્બન ડાયોકસાઈડ વધુ ઉત્પન્ન થવા લાગ્યું હતું. બાદમાં કાર્બન ડાયોકસાઈડના કારણે ગ્લોબલ વોર્મિંગ વધુ આક્રમણ કરવા લાગ્યું હતું.

બ્રિટનની યુનિ. ઓફ એગ્જેટરના પ્રોફેસર ટિમ લેન્ટનના જણાવ્યા અનુસાર બગીચાના એક કિડાની જેમ સમુદ્રના તળિયામાં સૂક્ષ્મ જીવોએ મૃત જૈવિક ચીજોને અસ્તવ્યસ્ત કરી નાખી.આ પ્રકિયાને બાયોટર્બેશનના નામે ઓળખવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે જાનવરોની આ પ્રક્રિયાની અસર એટલી વધુ હોય છે કે તેના લીધે વાતાવરણમાં મોટા પરિવર્તન થવાની આશંકા વ્યકત કરી શકાય છે. આમ વિજ્ઞાનીઓએ કરેલા દાવા મુજબ ગ્લોબલ વોર્મિંગ બદલ વિશ્વમાં પેદા થયેલા પહેલાં જાનવરોને જવાબદાર ગણી શકાય.

You might also like