દુનિયાના 6 એવા ખતરનાક પુલ, જે તેની બનાવટ અને રોમાંચ માટે છે પ્રખ્યાત

દુનિયાના 6 પુલ જે પોતાની બનાવટ, ઉંચાઇ અને કારીગરીનો બેજોડ નમુનો છે. તેના પર ફરતા સમયે લોકોને રોમાંચનો અનુભવ થાય છે. જેમાં કેટલાક બ્રિજ તો એવા છે જેમાં જો કોઇ નીચે જુઓ તો તેને જરૂરથી ચક્કર આવી જાય.

1. મિલૌ વિડકટ બ્રિજ, ફ્રાંન્સ
તેને દુનિયાનો સૌથી ઉંચો બ્રિજ માનવામાં આવે છે. તેની ઉંચાઇ એફિલ ટાવર કરતાં પણ 132 ફૂટ (40 મીટર) ઉંચો છે. તેની ઉંચાઇ 343 મીટર છે. તેને આધુનિક એન્જિનીયરિંગની ઉપલબ્ધિ માનવામાં આવે છે. ટાર્ન ઘાટમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા આ બ્રિજનું કર્યું નિર્માણ કરવામાં આવ્યું છે.

2. ટ્રિફટ બ્રિજ, સ્વિટઝરલેન્ડ
100 મીટર ઉંચાઇ ને 170 મીટર લાંબા આ સાંકડા બ્રિજનું નિર્માણ 2004માં થયું હતું. આ બ્રિજ આલ્પ્સ પર્વત પર ટ્રિક્ટસી ઝરણાં ઉપર બનાવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ બ્રિજ પગપાળા ચાલવા માટે બનાવામાં આવ્યો છે.

3. રોયલ ગોર્જ બ્રિજ, કોલોરાડો
અર્કાસસ નદી ઉપર 955 ફુટની ઉંચાઇ પર બનેલો આ બ્રિજ અમેરિકાનો સૌથી ઉંચો સસ્પેન્શન બ્રિજ છે. 1929થી 2001 સુધી આ બ્રિજનું નામ દુનિયાના સૌથી ઉંચા બ્રિજ તરીકે રેકોર્ડ કરાયેલું હતું. પરંતુ 2001માં ચીનમાં બનેલા લિયુગુઆંગ બ્રિજના કારણે તેનું નામ રેકોર્ડમાંથી જતું રહ્યું.

4. ચેસાપીક બ્રિજ, અમેરિકા
આ ગાડી ડ્રાઇવર કરવાને લઇને દુનિયાનો સૌથી ડરામણો બ્રિજ છે. એટલું જ નહીં આ બ્રિજને ક્રોસ કરવા માટે કેટલી ખાનગી એજન્સી ડ્રાઇવર પણ ઉપલબ્ધ કરાવે છે. આ બ્રિજની લંબાઇ 7 કિમી છે. આ અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં છે.

5. મરીનબ્રુકે, જર્મની
આલ્પ્સ પર્વતમાળાના બે પડાડને જોડતો આ બ્રિજ પર્યટકો માટે અડેવન્ચર માટે ખાસ છે. આ બ્રિજને જોવા માટે લોકો દુર-દૂર અહીં આવે છે. આ બ્રિજ 90 મીટર (295 ફુટ) ઉંચો છે.

 

6. તમન નેગારા નેશનલ પાર્ક બ્રિજ, મલેશિયા
આ ખતરનાક સસ્પેન્શન બ્રિજ મલેશિયાના તમન નેગારા નેશનલ પાર્કમાં સ્થિત છે. આ બ્રિજ 530 મીટર લાંબા અને 40 મીટર ઉંચો છે. આ દુનિયાનો પગપાળા ચાલવા માટેનો સૌથી લાંબો પુલ છે.

You might also like