દુનિયાથી બહાર એક અનોખી બિલ્ડિંગ બનશે

નવી દિલ્હી: ન્યૂયોર્કની અાર્કિટેક્ચર ફર્મે એક એવી બિલ્ડિંગ ડિઝાઈન કરી છે જે અા દુનિયાથી બહારની હશે. અા બિલ્ડિંગ ગગનચુંબી હશે અને તેને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ ગણાવવામાં અાવી રહી છે. અા બિલ્ડિંગ ધરતીથી ૫૦,૦૦૦ કિલોમીટર અેટલે કે ૩૧,૦૬૮ માઈલના અંતરે હશે. અા ટાવર ઉત્તરથી દક્ષિણમાં અાઠ પેટન્ટમાં ફરતું રહેશે અને દુનિયાના અલગ અલગ ભાગોમાં તેમાં રહેતા લોકોને પહોંચાડતું રહેશે.

અા બધું ૨૪ કલાકના અોર્બિટલ સર્કલમાં થશે. અા અદ્ભુત ડિઝાઈન ક્લાઉડ અાર્કિટેક્ચર અોફિસે તૈયાર કરી છે. અા કંપની અા પહેલા માર્શ હાઉસ અને ક્લાઉડ સિટીનો પ્રસ્તાવ પણ મૂકી ચૂકી છે. હવે અા ફર્મે પોતાની લેટેસ્ટ ડિઝાઈન જાહેર કરી છે.  અા બિલ્ડિંગ જમીનથી અાકાશ તરફ નહીં પરંતુ અાકાશથી જમીન તરફ હશે. દુબઈની ઉંપર અા બિલ્ડિંગને બનાવવાનો પ્રસ્તાવ અપાયો હતો. કેમ કે દુબઈ શહેર લાંબી બિલ્ડિંગ માટે પ્રખ્યાત છે અને ન્યૂયોર્કની સરખામણીમાં ત્યાં ખૂબ જ અોછી કિંમતે તેને બનાવી શકાય છે.

અા બિલ્ડિંગમાં રહેનારા લોકોને વરસાદ અને વાદળોમાંથી પાણી મળશે. બીજી તરફ સોલર એનર્જીમાંથી વીજળી બનાવાશે. તેમાં મોટી સંખ્યામાં સોલર પેનલ લગાવવાનો પ્રસ્તાવ પણ છે. બિલ્ડિંગની ડિઝાઈનમાં યુનિવર્સલ અોર્બિટલ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં અાવશે.
http://sambhaavnews.com/

You might also like