એક રહસ્યમય ઝાડ, જેમાંથી નિકળે છે લોહી

કહેવાય છે કે ફૂલ ઝાડમાં પણ જીવ હોય છે. જો કે આપણે એ વાતને એટલી સિરીયસ લેતા નથી. પરંતુ કોઇ ઝાડને કાપવાથી લોહી નિકળવા લાગે તો તમે ચોક્કસથી ડરી જશો. તો આજે અમે તમને એવા જ એક ઝાડની વાત કહી રહ્યાં છીએ. જેને કાપવાથી તેમાંથી લોહી વહેવા લાગે છે.

આ ઝાડ દક્ષિણ આફ્રિકાના જંગલોમાં આવેલ છે. આ ઝાડને જ્યારે પણ કાપવામાં આવે છે. તેમાંથી લોહી વહેવા લાગે છે. આ દ્રષ્યને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે.

આ ઝાડને કિઆટ મુકવા, મુનિંગા અથવા તો બ્લડવુડ કહેવામાં આવે છે. જો આ ઝાડની ડાળી તૂટી જાય તો તેમાંથી પણ લોહી વહેવા લાગે છે. સ્થાનિક લોકો તેને જાદુઇ ઝાડ કહે છે. આવું એટલા માટે કારણકે વ્યક્તિના લોહીમાં થનારી બિમારી આ ઝાડના લોહીથી ઠીક થઇ જાય છે.

જોકે સ્થાનીક લોકો આ ઝાડમાંથી નિકળતા રંગનો ઉપયોગ પોતાની વસ્તુઓ રંગવા કરે છે. જ્યારે કેટલાક લોકો તેને જાદુઇ રંગ પણ માને છે. જેવી રીતે અન્ય ઝાડને કાપવાથી તેમાંથી સફેદ કે પીળુ દ્રવ્ય નિકળે છે. તેવી જ રીતે આ ઝાડને કાપવાથી લાલ રંગનું દ્રવ્ય નિકળે છે.

You might also like