દુનિયામાં એક નહીં બે-બે તાજમહેલ, નકલ પાછળનું આ છે કારણ

દુનિયાની સાત અજાયબીઓમાંનું એક નામ છે તાજ મહેલ, ભારતના આગ્રામાં સ્થીત પ્રેમની નિશાનીને જોવા માટે લોકો દુર-દુરથી આવે છે. પણ શુ તમે જાણો છો કે આ તાજમહેલ ફક્ત આગ્રામાંજ નહિ પણ દુનિયાના એક બીજા દેશમાં પણ છે. આ વાત તમને જેટલી અટપટી લાગે છે તેની પાછળનું કારણ પણ એટલુજ રસપ્રદ છે.

આ તાજમહેલ બીજે ક્યાય નહિ પણ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિત છે. જે અસલી તાજમહેલની કોપી કહેવામાં આવે છે. જો કે તેનું નિર્માણ સદિયો પહેલા નહિ પણ 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008માં શરૂ થયુ હતુ. ભારતમાં સ્થિત તાજમહેલ જેવુ બનાવવામાં તેને લગભગ 5 વર્ષનો સમય લાગ્યો.

તેનું નિર્માણ બાંગ્લાદેશના અમીર ફિલ્મ નિર્માતા અહસાનુલ્લાહ મોનીએ 56 મિલિયન ડોલરમાં કર્યુ હતુ. જો કે તેને બનાવવા પાછળનું કારણ પણ ઘણુ રસપ્રદ છે, કહેવામાં આવે છે કે અહસાનુલ્લાહ ઈચ્છતા હતા કે જે લોકો પૈસાની કમીના કારણે અસલી તાજમહેલ જોવા ભારતમાં નથી જઈ શકતા તેઓ તાજમહેલને અહિયાજ જોઈ લે.

જો કે કેટલાક લોકો આ કારણ જાણીને તાજમહેલ જેવા દેખાનાર આ ઈમારતને ગરીબોનો તાજમહેલ પણ કહે છે. તેની સાઈઢ અને ડિઝાઈન ઘણી રીતે તાજમહેલ જેવી જ દેખાય છે. તેને બનાવવા માટે ઈટલીથી સેગેમરમર અને ગ્રેનાઈટ મંગાવ્યા હતા.

તેની સાથે તેમાં હીરાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આ હિરા બેલ્જીયમથી મંગાવ્યા હતા જ્યારે ડોમને બનાવવા માટે 160 કિલો પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલી નજરમાં આ તાજમહેલ અસલી તાજમહેલની કોપી લાગે છે પરંતુ તેમાં વાદળી અને ગુલાબી રંગ તેને પ્રેમની અસલ નિશાનીથી અલગ જરૂર કરે છે.

You might also like