પતિએ પત્નીને નિલામી માટે મૂકી ‘ઇબે’ સાઇટ પર

લંડનઃ બ્રિટનમાં 33 વર્ષની એક વ્યક્તિએ પોતાની પત્નીને ઈ હરાજી સાઈટ ઈબે પર વેચાણ માટે મૂકી છે. ત્યાર બાદ તેની પત્ની માટે 65880 પાઉન્ડની બોલી લાગી. આ વ્યક્તિનું કહેવું છે કે, તેના બીમાર હોવા પર પત્નીએ તેના પ્રત્યે કોઈ સંવેદના ન બતાવી માટે તેણે આ પગલું લીધું છે.

વેકફીલ્ડ, યાક્રશરના રહેવાસી સાઈમન ઓક્રેને વિતેલા સપ્તાહે હરાજી સાઈટ ઈબે પર પોતાની 27 વર્ષની પત્ની લિએન્ડ્રાની તસવીર મૂકી અને યૂઝ્ડ વાઈફ શીર્ષકથી જાહેરાતમાં પત્નીને વેચવાનું કારણ જણાવ્યું અને સાથે જ ખરીદવાના ફાયદા અને નુકસાન ગણાવ્યા. ધ ડેઈલી એક્સપ્રેસ સમાચારપત્ર અનુસાર બે સંતાનોના પિતાએ દાવો કર્યો છેકે, લિએન્ડ્રા એક સમર્પિત પત્નીની ભૂમિકા નથી ભજવીરહી. જોકે તેણે તેના કુકિંગના વખાણ કર્યા હતા.

પત્ની અંગે બે જ દિવસમાં બોલી 65880 પાઉન્ડ પર પહોંચવાથી તેને આશ્ચર્ય થયું છે. જોકે તેની પત્નીને બીજા દિવસે પોતાના વેચામ અંગે જાણકારી મળતા તે તેને મારી નાંખવા માગતી હતી.

સાઈમને સાથે જ જાહેરાતમાં લખ્યું છે કે જો કોઈ તેની પત્નીને બદલે કોઈ યુવા મોડલની ઓફર આપશે તો તે તેના પર વિચાર કરી શકે છે. બ્યૂટી થેરાપિસ્ટ તરીકે કામ કરનાર લિએન્ડ્રાએ કહ્યું, હું ખૂબ જ ગુસ્સામાં હતી, હું તેને મારી નાખવા માગતી હતી. હું જ્યાં કામ કરું છું ત્યાં બધાએ આ જાહેરાત જોઈ અને તે પાગલની જેમ હસી રહ્યા હતા. તેણે માત્ર મને વેચવા જ ન મૂકી પરંતુ મારી ખૂબ જ ખરાબ તસવીરો પણ મૂકી. સાઈમનને કહ્યું કે, સંભવાતિ વેન્ડર્સે કેટલાક ખરાબ મેસેજ પણ મોકલ્યા પરંતુ તેમાંથી મોટા ભાગના જવાબ હસાવે તેવા હતા. ઈબે પરથી જાહેરાત હટાવ્યા બાદ તેણે કહ્યું કે, તે તેનાથી નિરાશ છે કારણ કે તે જોવા માગતો હતો કે બોલી કેટલી ઉંચી લાગે છે. જોકે સાઈમનને સ્પષ્ટ કર્યું છે કે, તેણે આવું લોકોને હસાવવા માટે કર્યું છે. તેની પાછળ તેનો કોઈ અન્ય ઉદ્દેશ ન હતો.

You might also like