જાપાનમાં મહિલા કર્મચારીને પ્રેગ્નન્સી માટે કંપનીના બોસની મંજૂરી લેવી પડે છે

આમ તો કોઈપણ મહિલા માટે માતા બનવાની વાત સુખદ ગણાય છે. પરંતુ જાપાનમાં કંપનીમાં કામ કરતી મહિલાઓએ આવું સુખ મેળવવા માટે કંંપનીના બોસની પરમિશન લેવી પડે છે. અને કદાચ કોઈ મહિલા કર્મચારી તેના બોસની રજા વિના ગર્ભવતી થઈ જાય તો તેણે નોકરી ગુમાવવાનો વારો આવે છે.

જાપાનને આમ તો વિકસીત દેશ ગણવામાં આવે છે. પણ આ દેશની અમુક કંપનીઓમાં એવો નિયમ છે કે તેમાં કામ કરતી મહિલા કર્મચારીઓને પ્રેગ્નન્ટ થવા માટે તેના બોસની મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત એવો પણ નિયમ છે કે કંપનીના સ્ટાફમાં કોઈ સિનિયર સભ્ય પહેલા જુનિયર લગ્ન કરી નહિ શકે અથવા પ્રેગ્નન્ટ પણ નહિ થઈ શકે. આ અંગે એક મહિલાના પતિએ જણાવ્યું કે મારી પત્નીને આઉટ ઓફ ટર્ન પ્રેગ્નન્ટ થવાના કારણે પરેશાન કરવામાં આ‍વી રહી છે .

ટોકિયોમાં એક કોસ્મેટિક કંપનીમાં કામ કરતી યુવતીએ જણાવ્યું કે મને અને મારી સાથે કામ કરતી અન્ય ૨૨ મહિલાને કંપનીએ મેઈલ કરી અમારા લગ્ન તેમજ બાળકોને લગતી માહિતી માગવામાં આવી હતી. જેમાં ક્યારે લગ્ન કરવાં અને પ્રેગન્ન્ટ થવું તે અંગે જણાવવામાં આવ્યું હતું.

આવી બાબતમાં કંપનીના બોસે એક મહિલાને તો એમ જણાવ્યું હતું કે તેણે ૩૫ વર્ષ પહેલાં ગર્ભવતી થવું જોઈએ નહિ. આ યુવતીએ જણાવ્યું કે બોસ તરફથી આવી વાત કરવામાં આવતાં અમારે શરમમાં મુકાવું પડે છે.

You might also like