દુનિયા ભારતના ગુણગાન ગાય છે તો કેટલાક લોકો દેશમાં ગદ્દારી કરી રહ્યા છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રચાર પ્રમુખ કૃપાશંકરનું કહેવું છે કે આજે દેશની જે સ્થિતિ છે તેમાં વિભાજક બળોમાં ધૂંધવાટ જોવા મળી રહ્યો છે. ‘વંદેમાતરમ્’ અને ‘ભારત માતા કી જય’ બોલવામાં પણ કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે.

કૃપાશંકરે જણાવ્યું છે કે જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર પર દેશનાં બે જૂથોમાં ભાગલા પડી ગયાં છે. અસહિષ્ણુતાનું બુમરાણ મચાવવામાં આવી રહી છે, પુરસ્કારો પરત કરવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દેશ રહેવા લાયક નથી. આજે જ્યારે સમગ્ર વિશ્વ ભારતનાં ગુણ ગાન ગાઈ રહ્યું છે ત્યારે દેશમાં છુપાયેલા ગદ્દાર અને અરાજક તત્ત્વો દેશને નબળાે પાડવા મેદાનમાં ઊતર્યાં છે.

કૃપાશંકર નહેરુનગર સ્થિત સરસ્વતી વિદ્યા મંદિરમાં ડો. કેશવરામ બલિરામ હેડગેવારના જન્મિદવસ પર આયોજિત બૌદ્ધિક સત્રને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન આરએસએસના કાર્યકરોએ પોતાની એકતાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યવક્તા કૃપાશંકરે જણાવ્યું હતું કે સંઘના સંસ્થાપક ડો. કેશવરાવ બલિરામ હેડગેવારનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે.

You might also like