વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે જાણો દુનિયામાં શું શું છે ખાસ?

ફક્ત પૃથ્વી ઉપર એટલી વિવિધતાઓ છે કે દુનિયાની સારી સંસ્થાઓ માટે સૌથી મુશ્કેલ કામ હોય છે કે દુનિયાની આવી ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક ધરોહરોને આવનાર પેઢી માટે સાચવી શકે. આવી જગ્યાઓ અને ઇમારતોને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે છે અને તે આ લિસ્ટમાં મૂકવાનું કામ UNESCOનું છે.

UNESCO દ્વારા પસંદ કરેલી આ જગ્યાઓને હેરિટેજ ફંડ પણ મળે છે. વર્ષ 2015 સુધી આખી દુનિયામાં આવી સાઇટ્સની સંખ્યા 1031 હતી. આમાંથી સાંસ્કૃતિક તરીકે પસંદ કરવામાં આવેલી સ્થળની સંખ્યા 802 છે, પ્રાકૃતિક રીતે પસંદ કરવામાં આવેલી સ્થળની સંખ્યા 197 છે અને મિક્સડ પ્રોપર્ટીની સંખ્યા 32 છે. દુનિયામાં આવી સાઇટ્સ માટે જાગૃત કરવા માટે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે.

દુનિયાના અલગ અલગ દેશોમાં હેરિટેજ સાઇટ્સની સંખ્યા
ઇટલીને હેરિટેજ સાઇટ્સની બાબતે પ્રથમ માનવામાં આવે છે. ફક્ત ઇટલીની અંદર હેરિટેજ સાઇટ્સની સંખ્યા 51 છે. ચીનમાં આની સંખ્યા 48 છે અને સ્પેનમાં 44. ફ્રાન્સમાં 41, જર્મનીમાં 40, મેક્સિકોમાં 33 તો ભારતમાં આની સંખ્યા 32 છે.

દુનિયાની 10 જાણીતી સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના નામ

1. માચુ પિચ્ચુને ઇન્સાસનું ખોવાયેલું શહેર પણ કહેવામાં આવે છે. આ પેરુમાં છે.
2. મિસ્ત્રના પિરામીડ.
3. ચીનની દીવાલ.
4. મ્યાનમારનું બગાન શહેર.
5. આગ્રાનો તાજમહેલ.
6. ફ્રાંસનું મોન્ટ સેન્ટ મિશેલ, આ એક દ્વીપ છે.
7. કમ્બોડિયાનું અંકોર વાટ મંદિર, પહેલા આ હિન્દુ મંદિર હતું જે પછીથી બૌદ્ધનું થઇ ગયું.
8. ગ્રીસમાં એથેન્સ શહેરનું એક્રોપોલિસ.
9. ઇસ્ટર આઇલેન્ડનું રાપા નુઇ નેશનલ પાર્ક, અહીંયાના મોનોલિથિક મૂર્તિયોની વાત જ કંઇક અલગ છે.
10. મેક્સિકોનું શિશેન ઇત્જા, આને માયા લોકો દ્વારા વસાયેલું શહેર કહેવામાં આવે છે.

ભારતમાં આવા સાઇટ્સની સંખ્યા
ભારતમાં આજ આવી સાઇટ્સની સંખ્યા 32 છે. આમાંથી 25 સાંસ્કૃતિક સાઇટ્સ છે તો 7 પ્રાકૃતિક. આસામનું કાજીરંગા નેશનલ પાર્ક, ગયાનું મહાબોધિ મંદિર, દિલ્હીના કુતુબ મિનાર અને લાલ કિલ્લો. ખજુરાહોનું મંદિર અને અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફાઓને હેરિટેજ સાઇટ્સમાં મહત્વની જગ્યા આપવામાં આવી છે.

You might also like