વર્લ્ડ ફૂડ ડેઃ ભારતમાં દર ચારમાંથી એક બાળક ભૂખ્યું

વર્લ્ડ ફૂડ ડે પૂરા વિશ્વમાં 16મી ઓક્ટોમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. એવામાં યુનાઇટેડ નેશન્સનાં એક રિપોર્ટ અનુસાર દુનિયામાં 79.5% લોકો પાસે ખાવાનું ઉપલબ્ધ નથી. માત્ર ભારતમાં જ લગભગ 20 કરોડ લોકો પ્રતિદિન ભૂખ્યા સુવા માટે મજબૂર છે. એટલે કે દર ચાર બાળકોમાં એક બાળકને ભૂખ્યું રહેવું પડે છે. આ આંકડો ચીનમાં ભુખથી શિકાર થયેલ લોકો કરતાં અનેક ઘણો વધારે છે. સંયુક્ત રાષ્ટ્રનાં ભૂખ સંબંધી એક વર્ષનાં રિપોર્ટમાં આ આંકડાનો ખુલાસો કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રનાં ખાદ્ય એટલે કે કૃષિ સંગઠનનાં પોતાનાં રિપોર્ટમાં “ધ સ્ટેટ ઑફ ફૂટ ઇનસિક્યોરિટી ઇન ધ વર્લ્ડ 2015″માં જણાવ્યું કે વૈશ્વિક સ્તર પર આ સંખ્યા 2014-15માં ઘટીને 79.5 કરોડ થઇ ગઇ કે જે 1990-92માં એક અરબ હતી.

ભૂખ ઉન્મૂલનની દિશામાં એક વૈશ્વિક પગલાંની શરૂઆત કરવા 16મી ઓક્ટોમ્બરનાં રોજ વિશ્વ ખાદ્ય દિવસ મનાવવામાં આવે છે. 16મી ઓક્ટોમ્બર 1945માં સંયુક્ત રાષ્ટ્રનાં ખાદ્ય અને કૃષિ સંગઠનની સ્થાપનાને ઉજવવા માટે આ દિવસ મનાવાઇ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય દેશો સહિત પૂરા વિશ્વમાં 150થી વધારે દેશોએ દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસનો આનંદ મનાવવા માટે આયોજનો દ્વારા આ દિવસને ઉજવવામાં આવે છે. આ ડબલ્યૂએફડી અધિકારિક વેબસાઇટ પર ઉલ્લેખ કરાયેલ “સંયુક્ત રાષ્ટ્ર કેલેન્ડરનો સૌથી મનાવવામાં આવતાં દિવસ”માંનો એક છે.

You might also like