દુનિયામાં પહેલીવાર ફૂલ બોડી ટ્રાન્સપ્લાન્ટ કરાશે

હાર્બિન: શું અે શક્ય છે કે કોઈપણ વ્યક્તિનું માથું અન્યના શરીરમાં ફિટ થઈ જાય અને નીચેનું અાખું શરીર બદલાઈ જાય. ચીનની હાર્બિન મેડીકલ યુનિવર્સિટીમાં અોથોપેડિક સર્જક ડો. રેને અા અશક્ય લાગતા અોપરેશનની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં માથાનું ટ્રાન્સપ્લાન કરવાના પ્રયોગો ઉંદરો અને વાંદરાઅો પર કરાઈ ચૂક્યા છે.

અમેરિકામાં ૧૬ વર્ષ રહીને ૨૦૧૨માં ચીન પરત ફરેલા ડો. રેનના અા ભરોસાની પાછળ કેટલા અાધાર છે. તેઅો તાજેતરના દિવસોમાં માથાના ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગો બંદર અને ઉંદર પર કરી ચૂક્યા છે. રેને હવે અા પ્રકારના અોપરેશનને પડકાર માને છે. તેઅો કહે છે કે અા અશક્ય લાગે છે પરંતુ મેં ૩૦ વર્ષમાં ઘણા મુશ્કેલ અોપરેશન કર્યા છે. તેની કોઈ કમ્પેરિઝન ન કરી શકાય. તેઅો બોડી ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગો માનવીય શરીર પર કરી ચૂક્યા છે. જો કે તેમણે અા બધી જાણકારી અાપવાનો ઇન્કાર કર્યો છે.

વર્ષની શરૂઅાતમાં તેમણે બંદર પર બોડી ટ્રાન્સપ્લાન્ટનું અેક અોપરેશન કર્યું હતું. તે બંદર માત્ર ૨૦ કલાક જ જીવિત રહી ચૂક્યો હતો. કેમ કે કરોડરજ્જુ જોડી શકાઈ ન હતી. અા પ્રોજેક્ટની લોકો ટીકાઅો પણ કરી રહ્યા છે. મોટાભાગના લોકોનું માનવું છે કે અા શક્ય નથી.

એથીકલી પણ અા પ્રકારના અોપરેશનને ખોટું માનવામાં અાવી રહ્યું છે. ચીનમાં કેટલાક લોકો અા પ્રકારના અોપરેશન માટે તૈયાર છે. તેમાં ૬૨ વર્ષના વાંગ હાર્મિંગ પણ છે. વાંગ છ વર્ષ પહેલાં એક મિત્ર સાથે રેસલિંગ દરમિયાન પેરાલિસિસનો શિકાર થયા હતા. ત્યારથી ગરદનની નીચેનો ભાગ કામ કરી રહ્યો નથી. તેમની પુત્રી જાઈ કહે છે કે હવે હાલત અે છે કે તેઅો જીવતા પણ નથી અને મરતા પણ નથી.

પરિવાર જાણે છે કે જો અોપરેશન નિષ્ફળ જશે તો વાંગ મૃત્યુ પામશે પરંતુ પરિવાર માટે એક પોઝિટિવ અાશા પણ છે. મૃત્યુ પામી ચૂકેલા ડોનરના શરીર પર જીવિત વ્યક્તિનું માથું લગાવાશે. માથા અને શરીરની બ્લેડ વેસલ્સને જોડી દેવાશે. ગરદનને સીધી કરવા માટે શરીરમાં મેટલનો રોડ પણ નાખવામાં અાવશે.

You might also like