આ છે દુનિયાની બેસ્ટ હાઇ સ્પીડ કાર, 2.8 સેકન્ડમાં જ દોડે છે 100 કિ.મીની ઝડપે

ઇટલીનાં કાર નિર્માતા લેમ્બોર્ગિનીએ પોતાની સૌથી હાઇ સ્પીડ કારને પેબલ બીચ કાર શોમાં લોન્ચ કરેલ છે. આ કારનું નામ લેમ્બોર્ગિની એવેંટાડોર એસવીજે જણાવવામાં આવી રહેલ છે. સ્પીડમાં આ કાર 350 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

આ કાર 100 પર પહોંચવામાં માત્ર 2.8 સેકન્ડનો જ સમય લે છે. કારની ખાસ વાત તો એ છે કે સપાટીની આ કારની સ્પીડ પર કોઇ જ અસર પડતી નથી. અમેરિકામાં આ કારની કિંમત 3.65 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

અત્યાર સુધીની સૌથી તેજ કારની વાત કરીએ તો સ્વિડિશ કંપની Koenigseggની કાર Agera RSએ બધાં જ રેકોર્ડ તોડીને દુનિયાની સૌથી તેજ કાર બની ગઇ છે. આ કારે ફ્રાન્સની બ્યુગાટી સુપરકાર પાસેથી આ પુરસ્કાર જીતેલ છે.

જ્યારે આ કારને દોડાવીને જોવામાં આવી તો કોઇનેગસેગ એગેરા આરએસની મેક્સિમમ સ્પીડ 277.9mph (અંદાજે 447 કિ.મી/પ્રતિ કલાક) રહેલ છે. કારમાં 5-0 લીટર ટર્બો V8 એન્જીન આપવામાં આવેલ છે. આ હાઇપર કાર 1360 બીએચપી પાવર અને 1370 એનએમ ટોર્ક જેનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પહેલા બ્યુગાટી Veyrn સુપર સ્પોર્ટ કારે 267.8mph (અંદાજે 430 કિ.મી/પ્રતિ કલાક)નો રેકોર્ડ બનાવ્યો હતો. 3.3 મિલિયન ડૉલક (અંદાજે 21 કરોડ રૂપિયા)ની બ્યુગાટી ચિરોન 41.96 સેકન્ડમાં 400ની સ્પીડ પર પહોંચીને પરત 0 પર આવી ગઇ હતી.

લેમ્બોર્ગિનીએ થોડાંક સમય પહેલા રોડસ્ટરને રજૂ કર્યું હતું. જેમાં કૂપે કારની જેમ બૉડી કિટ હતી. જો કે મોટે ભાગે કાર્બન ફાઇબરથી બનેલ છે. કંપનીની આ નવી કારમાં 6.5 લીટર V12 એન્જીન આપ્યું હતું. જેનાંથી 750 હોર્સ પાવરની તાકાત પેદા થાય છે.

આ કારનું વજન લગભગ 1500 કિ.ગ્રા.ની આસપાસ છે. 0-100 કિ.મી/પ્રતિ કલાકની ઝડપ આ કાર માત્ર 2.9 સેકન્ડ્સમાં જ શરૂ કરી નાખે છે. કારની ટૉપ સ્પીડ 350 કિ.મી/પ્રતિ કલાક છે.

You might also like