ફેસબુકથી કરો પોતાના મોબાઈલનું રીચાર્જ, આ એન્ડ્રોઈડ વર્ઝનને કરવું પડશે ડાઉન્લોડ

નવી દિલ્લી: દુનિયા ભરમાં સૌથી વધારે ઉપયોગ થનારી સોશિયલ વેબસાઈટ ફેસબુક પોતાના ગ્રાહકો માટે એક નવી ભેટ લઈને આવ્યુ છે. ફેસબુકે પોતાના એન્ડ્રોઈડ વર્ઝનમાં એક નવો અને શાનદાર ફિચર્સ લઈને આવી છે. તમે આ નવા ફિચરના મદદથી તમારા મોબઈલનુમ રીચાર્જ કરી શક્શો. આ ફિચરને એન્ડ્રોઈડ વર્ઝન 167.0.0.42.94 માં ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. ફેસબુક ભારતમાં પેમેન્ટ સર્વીસની ટેસ્ટીંગ કરી રહ્યુ છે. આ સર્વીસને દેશની મોચી મોબાઈલ ઓપરેટર કંપનીઓ સાથે જોડવામાં આવશે.

આ રીતે કરો રીચાર્જ
ફેસબુકનું આ નવુ ફિચર રાઈટ સાઈડમાં સ્થિત પ્રોફાઈલ અને સેટીંગસના ટેબમાં હાજર હશે. યૂઝર્સના નામ નીચે એક મોબાઈલ રીચાર્જ કરાવનું ઓપ્શન હશે. મોબાઈલ રીચાર્જ કરવા માચે યૂઝર્સે સૌથી પહેલા તેમનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તેના પછી યૂઝર્સ કંપનીનો પ્લાન બ્રાઉસ કરી શક્શે. જ્યારે તમે એ ઓપ્શન પર ક્લિક કરશો, તો મોબાઈલ નંબર ભરવાનો કોલમ આવશે.

ઓર્ડરનો કરી શકો છો રિવ્યૂ
તે કોલમમાં તમે તમારા પ્રિપેડ મોબાઈલ નંબર નાખી દો. તેના પછી ફેસબુક ઓટોમેટિક કંપનીના ઓપરેટરને દેખાડી દેશે. જો તમે તમારૂ સિમ પોર્ટ કરાયું હોય અને સાચો ટેલિકોમ ઓપરેટર નથી દેખાડી રહ્યુ તો તમે પોતે પણ સિલેક્ટ કરી શકો છો. તેના પછી રીચાર્જની રકમ ભરી દેવી. આ દરમિયાન ફેસબુક ઓપરેટરના પ્લાન પણ દેખાડી દેશે. જેને તમે સિલેક્ટ કરી રીચાર્જ કરી શકો છો. તેના પછી યૂઝર્સ જોઈ શકશે કે તે શું ઓર્ડર કરી રહ્યા છે. એટલે કે ઓર્ડરનો રીવ્યૂ કરી શક્શો.

ફેસબુકે ન જોડ્યું નેટ બેંન્કિગને
ફેસબુક યૂઝર્સ વીજા અને માસ્ટર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશો. ફેસબુકનું આ જ ફિચર નેટ બેંન્કિગ, યૂપીઆઈ અને ડિજીટલ વોલેટ જેવી સુવિધાઓને સપોર્ટ નહી કરે. ફેસબુકના પ્રવક્તાએ કીધુ કે તેઓ ભારતમાં પ્રિપેડ મોબાઈલ રીચાર્જ કરવાનું કામ કરી રહી છે. અત્યાર માટે કંપનીએ વ્હોટ્સએપના પેમેન્ટ ફિચરમાં મની રિક્વેસ્ટ અને ક્યૂઆર કોડ સ્કેન કરવાના ફિચર આપ્યા છે.

You might also like