આજે વિશ્વ પર્યાવરણ દિવસ…

દરેક વ્યક્તિએ પોતાની ઘરતીની હાલત ખૂબ ખરાબ કરી દીધી છે. પરંતુ હજુ પણ આપણી વચ્ચે કેટલાક એવા છે જે ધરતીને બચાવવામાં લાગ્યા છે. આવા પ્રયત્નો કરનાર એકલો વ્યક્તિ પણ છે તો કેટલીક જગ્યાએ આખુ ગામ પણ હળીમળીને ઘરતી બચાવે છે.

કેટલીક વખત આપણા મગજમાં પર્યાવરણ માટે કંઇક કરવાનો વિચાર આવે છે. પછી આપણે તેવું વિચારીને રોકાઇ જઇએ છીએ કે એકલા હાથે કશું થશે નહીં. પરંતુ સાચું એ છે કે જો આપણે નક્કી કરી દઇએ તો આપણે એકલા પણ ઘણું બધું કરી શકીએ છીએ.


વિશ્વમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની સિઝનો બદલાઈ ગઈ છે. ઠંડી લાંબા સમય સુધી ચાલે છે તો ભર ઉનાળામાં વરસાદ પણ પડી જાય છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગના ભરડામાં ફસાઈ ગયું છે. આ સમયે જરૂર છે વધુને વધુ વૃક્ષો વાવવાની અને શક્ય હોય ત્યાં સુધી પ્રદુષણ અટકાવવાની.

શક્ય હોય ત્યારે કાર અથવા બાઇકના બદલે પગપાળા અથવા સાઇકલનો ઉપયોગ કરવો. ઇલેકટ્રોનિક વસ્તુઓ સ્ટેન્ડબાય મોડની બદલે અનપ્લગ કરી દો. કચરો જ્યાં-ત્યાં નાંખવો નહીં. સપ્તાહમાં કેટલાક દિવસ શાવરના બદલે ડોલમાં પાણી લઇને સ્નાન કરો. દાંતણ અથવા દાઢી કરતી વખતે નળ ખુલ્લો ન રાખવો. તેના બદલે ડોલ અથવા ટબમાં પાણી ભરી રાખો. આપણા ઘરની જુની અને બિનઉપયોગી ચીજ-વસ્તુઓમાંથી ‘બર્ડ હાઉસ’ બનાવો. તેનાથી પક્ષીઓને સહારો મળશે. જુની થઇ ગયેલી વસ્તુઓને રીસાઇકલ માટે આપો. આપણે જે ચીજોને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ૯૦ ટકા ચીજ-વસ્તુઓ રીસાઇકલ થઇ શકે છે. બજાર જાવ ત્યારે આપણા ઘરેથી કાપડની થેલી લઇ જાવ. જેથી પ્લાસ્ટિકની થેલીની જરૂર ન પડે.

એક છોડ વાવો, કારણ કે ૫૦ વર્ષમાં એક વૃક્ષ આપણને આટલું ઉપયોગી થાય છે ૧૭.૫૦ લાખ રૂપિયાનું ઓક્સિજનનું ઉત્પાદન, ૪૧ લાખ રૂપિયાનાં પાણીનું રિસાઈકલિંગ, ૩૦૦ વૃક્ષ મળીને નાશ કરી શકે છે એક પુખ્ત વ્યક્તિએ જીવનભર કરેલાં પ્રદૂષણનો, ૩૫ લાખ રૂપિયાનું વાયુનું પ્રદૂષણ નિયંત્રણ, ૩ કિલો કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે દર વર્ષે, ૩ ટકા જેટલું તાપમાન ઓછું કરે છે, ૧૮ લાખ રૂપિયાના જમીનના કાપનો ખર્ચ અટકાવીને – ૩૦ અબજ મેટ્રિક ટન કાર્બન ડાયઓકસાઇડ આપણે એક વર્ષમાં છોડ્યો. એટલે કે દરરોજ ૮.૨ કરોડ મેટ્રિક ટન. જે અમેરિકનો દ્વારા છ મહિનાના ખોરાક બરાબર છે અને વર્ષભર ફેલાવનારા કચરાથી ત્રણ ગણી વધુ છે. એટલે કે, વૈશ્વિક તાપમાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ૨૦૨૦ સુધીમાં તેમાં ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવાઇ રહી છે.

You might also like