વડીલો સાથે વ્યવહારની બાબતમાં અાપણો રેકોર્ડ સૌથી ખરાબ

નવી દિલ્હી: વૃદ્ધો કે વડીલોનું સન્માન કરવું ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. પરંતુ અાપણા રોજિંદા જીવનમાં અા વસ્તુનો અભાવ જોવા મળ્યો છે. વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડેના રોજ જારી એક સર્વેમાં ખુલાસો થયો કે અાપણે ભારતવાસી જાહેર જીવનમાં વૃદ્ધો સાથે શરમજનક વ્યવહાર કરીઅે છીઅે. અા અભ્યાસ ૨૩૭૭ પુરુષો અને ૨૨૩૮ મહિલાઅો પર કરવામાં અાવ્યો જે વૃદ્ધોનો સર્વે કરાયો તેમાં ૪૪ ટકા લોકોનું કહેવું હતું કે જાહેર જીવનમાં તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં અાવે છે.

૫૩ ટકાનું માનવું હતું કે ભારતીય સમાજમાં વૃદ્ધો સાથે ભેદભાવ થાય છે. બેંગલુરુમાં રહેનારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનું કહેવું છે કે પાર્કમાં ફરવું તેમના માટે ખરાબ સ્વપ્ન સમાન છે. બેંગ્લુરુમાં ૭૦ ટકા વૃદ્ધોઅે જણાવ્યું કે જાહેર સ્થળ પર તેમની સાથે ખરાબ વર્તન કરવામાં અાવે છે.

અાપણો દેશ સૌથી વધુ સંસ્કારોવાળો ધર્મ પ્રધાન દેશ છે. અાપણા ત્યાં વૃદ્ધો કે મહિલાઅોને વધુ ઇજ્જત દેવતાઅો અને ગાયોને અપાય છે. વૃદ્ધોનાં સન્માનની બાબતમાં દિલ્હી સૌથી અાગળ રહ્યું. ત્યાં માત્ર ૨૩ ટકા વૃદ્ધોને જાહેર સ્થળ પર ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો. ઘણા પેરામીટર્સ પર બેંગલુરુ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને ચેન્નઈ શહેર ઊણાં ઊતર્યાં. અહીં જાહેર સ્થળો પર વૃદ્ધો સાથે ખરાબ વ્યવહાર કરવામાં અાવે છે.

http://sambhaavnews.com/

You might also like