વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો સિતારો બુલંદ

આજે દુનિયાના ઘણા દેશોનાં અર્થતંત્ર ખાડે ગયાં છે. કોઈ જગ્યાએ ફુગાવો તો ક્યાંક મંદીની મહામારી ચાલી રહી છે. વૈશ્વિક આર્થિક કટોકટીમાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને આગામી સમયમાં ઈન્ટરનેશનલ માર્કેટ પર તેનું જોર વધે તેવી પૂરી શક્યતા છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)નાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિની લેગાર્ડેએ કહ્યું હતું કે, “ભારત વિશ્વનું સૌથી ઝડપી વિકસી રહેલું અર્થતંત્ર છે.

ભારત પાસે સૌથી વધારે યુવા કર્મચારીઓની શક્તિ છે. આ દાયકો ભારતનો છે. ભારત માત્ર સૌથી ઝડપી વિકસતાં અર્થતંત્ર તરીકે જ ઊભરી નથી રહ્યું પણ વૈશ્વિક અર્થતંત્રમાં આવેલી મંદીમાં આશાનું કિરણ જગાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભારતમાં ટ્રેનિંગ એન્ડ ટેક્નિકલ આસિસ્ટન્સ સેન્ટર ખોલવામાં આવશે.”

અર્થશાસ્ત્રી માર્ટિન વોલ્ફે કહ્યું હતું કે, “મેં ઘણાં વર્ષો પહેલાં વર્લ્ડ બેંક માટે ઈન્ડિયન ઈકોનોમી પર કામ કર્યું હતું. આ દેશની અનેક જગ્યાઓથી હું મંત્રમુગ્ધ થયો હતો. ૧૯૯૧ પહેલાંનું ભારત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું, આજનું ભારત વૈશ્વિક કટોકટીમાં નવી આશા લઈને ઉભરી રહ્યું છે.” બદલાયેલી સરકાર અને નીતિઓ પણ અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આઈએમએફે ભારત સરકારની જન ધન યોજના, મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા યોજનાને રિફોર્મ ઈન્ડિયા તરીકે ગણાવી હતી.

You might also like