વિશ્વ કપની આંકડાબાજી

02 સદી આ વિશ્વ કપમાં બની. પહેલી સદી બાંગ્લાદેશના તમિમ ઇકબાલ (૧૦૩)એ ક્વોલિફાયરમાં ઓમાન સામે ફટકારી. બીજી સુપર ટેનમાં વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ (૧૦૦)એ ઈંગ્લેન્ડ સામે ફટકારી.

04 વાર વિશ્વ કપમાં ૨૦૦થી વધુનો સ્કોર નોંધાયો. બે વાર દક્ષિણ આફ્રિકા (ચાર વિકેટે ૨૯૯) અને (પાંચ વિકેટે ૨૦૯), જ્યારે એક વાર ઈંગ્લેન્ડ (આઠ વિકેટે ૨૩૦) અને એક વાર પાકિસ્તાન (પાંચ વિકેટે ૨૦૧)એ નોંધાવ્યા.

03 સૌથી વધુ અર્ધ સદી ભારતના વિરાટ કોહલીએ પાંચ મેચમાં ફટકારી. દક્ષિણ આફ્રિકાના હાશિમ આમલા અને ઈંગ્લેન્ડના જો રૂટને બે બે અર્ધસદી ફટકારી.

02 સૌથી વધુ વાર ઈંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય રને આઉટ થયો.

04 સૌથી વધુ કેચ એક ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડીડોકે અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં ઝડપ્યા.

08 સૌથી વધુ શિકાર ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પાંચ મેચમાં કર્યા. ચાર મેચમાં સાત કેચ ઝડપીને ડિડોક બીજા નંબરે રહ્યો.

75 રનની સૌથી મોટી જીત ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશ સામે નોંધાવી.

11 સૌથી વધુ છગ્ગા એક ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી પોતાની અણનમ ઇનિંગ્સમાં ફટકાર્યા.

97 રનની સર્વોચ્ચ ભાગીદારી વેસ્ટ ઇન્ડીઝના જોન્સન ચાર્લ્સ અને લેન્ડલ સિમન્સે ભારત વિરુદ્ધ સેમિફાઇનલમાં ત્રીજી વિકેટ માટે નોંધાવી.

ઇનામી રકમ
વેસ્ટ ઇન્ડીઝઃ ૩૫ લાખ ડોલર
(લગભગ રૂ. ૨૩.૨૦ કરોડ)
ઈંગ્લેન્ડઃ ૧૫ લાખ ડોલર
(લગભગ રૂ. ૯.૯૪ કરોડ)
ભારત અને ન્યૂઝીલેન્ડઃ ૭.૫૦ લાખ ડોલર
(લગભગ રૂ. ૪.૯૭ કરોડ)

You might also like