વૈશ્વિક ક્રૂડ વર્ષ ૨૦૧૬ની સૌથી ઊંચી સપાટીએ

અમદાવાદ: ઓપેકની આગામી બેઠકમાં ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડાની સમજૂતી થવાની શક્યતાઓ પાછળ ક્રૂડના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. વૈશ્વિક ક્રૂડના ભાવમાં ૪.૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે, જે કેલેન્ડર વર્ષ ૨૦૧૬ની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવે ચાર ટકા કરતાં વધુના ઉછાળે ૪૦ ડોલર પ્રતિ બેરલની સપાટ ક્રોસ કરી ૪૪ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે.

રશિયા અને સાઉદી અરેબિયા ક્રૂડનાં ઉત્પાદનમાં ઘટાડાને લઇને સંમત થઇ ગયા હોવાના વહેતા થયેલા સમાચારો પાછળ આગામી દિવસોમાં ક્રૂડના પુરવઠામાં ઘટ પડી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ક્રૂડના ભાવમાં મજબૂતાઇ જોવા મળી છે. નોંધનીય છે કે આ અગાઉ અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં ઘટાડાની અસરે પણ ક્રૂડના ભાવમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

You might also like