વર્લ્ડ કેન્સર ડે! ખુશ રહો, કેન્સર હારી જશે

લખનૌ: ‘લાફ્ટર ઇઝ ધ બેસ્ટ થેરપી,’ ‘જિંદગીનું બીજું નામ ઝિંદાદિલી’ અા બધી નાની લાગતી વાતો અાટલી અગત્યની હશે તેવું કોઈઅે વિચાર્યું નહિ હોય. અા એવી દવા છે, જેની સામે કેન્સરે પણ ઘૂંટણ ટેકવી દેવા પડ્યાં.  રામ મનોહર લોહિયા ઇ‌િન્સ્ટટ્યૂટ (અારએમએલઅાઈ) અાવેલા કેન્સરના કેટલાક દર્દીઅો કેન્સર જેવી બીમારી સામે હાર માનવાના બદલે પોતાના શોખ દ્વારા ખુશીઅો મેળવી રહ્યા છે. અાજે કેન્સર તેમનાથી જોજનો દૂર છે. તેમની ખુશીઅે મગજમાં કેટલાક એવા હોર્મોન્સ અને કેમિકલ્સ રિલીઝ કરવાનું શરૂ કર્યું, જેનાથી કેન્સર શરીરમાં વધતું અટક્યું અને તેમની ઇમ્યુન સિસ્ટમ મજબૂત બની. અાજે અા બધા લોકો સ્વસ્થ છે, કેન્સરના દર્દીઅો સામે તેમનું ઉદાહરણ અપાય છે.

અારઅેમએલઅાઈનાં રેડિયેશન અોન્કોલોજિસ્ટ ડો. રોહિણી ખુરાના કહે છે કે મ્યુઝિક સાંભળવું, ફિલ્મો જોવી, યોગ કરવા અથવા એવું કોઈ પણ કામ જે કરવાથી ખુશી મળે છે તે કરવાથી મગજ એક ખાસ પ્રકારનું કેમિકલ રિલીઝ કરે છે.  એન્ડોરફિન’ નામનું અા હોર્મોન ન્યૂરો ટ્રાન્સમીટરની જેમ કામ કરે છે. અા હોર્મોન કેન્સર સેલને વધતા રોકે છે. ડો. રોહિણી કહે છે કે અાવા ઘણા કેસ છે, જેમાં દર્દીઅોએ પોતાની ઝિંદાદિલીનો પરિચય અાપીને કેન્સરને હરાવી દીધું છે. એન્ડોરફિન શરીરનું દર્દ ઘટાડે છે, ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે, તાણ ઘટાડે છે, બ્લડપ્રેશર નિયંત્રિત કરે છે. મ્યુઝિક અને લાફ્ટર થેરપી અા હોર્મોનને રિલીઝ કરવાની બેસ્ટ રીત છે.

You might also like