પુરુષોમાં ઓરલ, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ

અમદાવાદ: આવતી કાલે વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવાશે. કેન્સરની બીમારી અંગે જાગૃતિ વધી રહી છે તો કેન્સરના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં જ દર વર્ષે કેન્સરના ૩૦,૦૦૦ નવા કેસ નોંધાતા હોય છે. પુરુષોમાં સૌથી વધુ ઓરલ કેન્સર તો મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિને કારણે હવે કેન્સર પર જીત મેળવવી મુશ્કેલ નથી. કેન્સરની યોગ્ય અને સમયસરની સારવારથી કેન્સર મટી શકે છે. જોકે હજુ પણ કેન્સર અંગે જોઇએ તેટલી જાગૃતિનો અભાવ છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના આંકડામાં દર વર્ષે વધારો જોવા મળતો હોય છે. થોડા સમય પહેલાં મહિલાઓ ગર્ભાશયના કેન્સરનો શિકાર હતી, પરંતુ દેશમાં બ્રેસ્ટ કેન્સરના કેસ હવે વધારે જોવા મળી રહ્યા છે ત્યારે પુરુષોની વાત કરીએ તો પુરુષોમાં સૌથી વધુ ઓરલ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે.

ખાન પાનની આદત, ખોટી જીવનશૈલી, પ્રદૂષણ સહિતનાં કારણો તે માટે જવાબદાર છે. કેન્સર વધુ પડતી તમાકુનાં સેવનના કારણે થતું હોય છે. અસારવા ખાતે આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના જણાવ્યા મુજબ પુરુષોમાં થતા ઓરલ કેન્સરના વર્ષ ર૦૧૪ દરમિયાન ૧૭૪૮૦ કેસ નોંધાયા હતા. જેમાં દર વર્ષે કેન્સરના જે પુરુષ દર્દીઓ નોંધાયા છે. તેમાં ૮૦ ટકા ઓરલ કેન્સરના એટલે કે મોઢાનાં કેન્સરના હોય છે.

ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના આંકડા મુજબ વર્ષ ર૦૧૦માં મહિલાઓમાં કેન્સરના કુલ ૧૭ર૩ કેસો નોંધાયા હતા. તેમાંથી ૭૦૦થી પણ વધુ કેસ બ્રેસ્ટ કેન્સરના હતા. જ્યારે ગ્રામીણ મહિલાઓ કરતાં શહેરી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના સૌથી વધુ કેસ જોવા મળે છે. વર્ષ ર૦૧૪માં બ્રેસ્ટ કેન્સરના ૧૧૮૯૯ કેસ નોંધાયા હતા.

કમનસીબે જાગૃતતાના અભાવે મોટા ભાગની મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું નિદાન ત્રીજા અથવા ચોથા સ્ટેજમાં થાય છે. ઉપરાંત ભારત અને વિકસિત દેશોમાં જોવા મળતાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની ઉંમરમાં પણ તફાવત જોવા મળે છે. ભારતમાં ઘણી વહેલી ઉંમરે બ્રેસ્ટ કેન્સર થતું જોવા મળે છે.

આ અંગે કેન્સર રિસર્ચના ડોક્ટર જન્મેશ શાહે જણાવ્યું કે, ” અમારા દ્વારા ર૦૧૧માં સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ ર૦૧૧માં મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર ર૦.ર૩ ટકા હોવું જોઈતું હતું. જ્યારે તે રપ ટકા જોવા મળ્યું હતું. જ્યારે વર્ષ ર૦રપ સુધીમાં આ અાંકડો ડબલ થઈ જશે. જ્યારે અમદાવાદમાં પુરુષોમાં સૌથી વધુ ઓરલ કેન્સર જોવા
મળ્યું છે.”

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

12 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

13 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

13 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

13 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

13 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

15 hours ago