મોટેરા ખાતે આકાર લેશે વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદઃ શહેરમાં મોટેરા સ્ટેડિયમથી જાણીતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમની કાયાપલટ થવા જઈ રહી છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂરું કરવા અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નેતૃત્વમાં મોટેરા સ્ટેડિયમના નવેસરથી થનારા નિર્માણકાર્ય માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ એલ એન્ડ ટી કંપનીને સ્વીકૃતિપત્ર (લેટર ઓફ એક્સેપ્ટન્સ) સુપરત કર્યો હતો. એલ એન્ડ ટીના પૂર્ણ સમયના ડિરેક્ટર તથા સિનિયર એક્ઝિક્યુ‌િટવ વાઇસ પ્રેસિડેન્ટ એમ. વી. સતીશે આ પત્ર જી.સી.એ. ઉપપ્રમુખના હસ્તે સ્વીકાર્યો હતો. જી.સી.એ.ના જોઇન્ટ સેક્રેટરી જય શાહ અને કોષાધ્યક્ષ ધીરજ જોગાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

જૂના મોટેરા સ્ટેડિયમને જમીનદોસ્ત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જ્યારે મોટેરા સ્ટેડિયમનું કામ પૂર્ણ થશે ત્યારે આ નવું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની હરોળનું બની રહેશે.

http://sambhaavnews.com/

You might also like