‌િ‍વશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેન એન્ટોનોવનું હૈદરાબાદમાં લેન્ડિંગ

નવી દિલ્હી: યુક્રેનમાં બનેલુ વિશ્વનું સૌથી મોટું કાર્ગો પ્લેન અેન્ટોનોવ એન-૨૨૫ મિરિયા ગઈકાલે રાતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ અેરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પ્લેન તુર્કિમેનિસ્તાન થઈને ભારત આવ્યું છે. આ કાર્ગો પ્લેન મંગળવારે કિવથી રવાના થયું હતું.

ભારતમાં આવેલું આ પ્લેન આગામી રવિવારે ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડિંગ કરશે. આ પ્લેનમાં ૧૧૭ ટન વજનનુ ઈલેકટ્રોનિક જનરેટર છે. તેને ઓસ્ટ્રેલિયાની અેક ખાણ કંપનીને આપવાનંુ છે. આ પ્લેન અેક વખત ૬૪૦ ટન સામાન લઈ જઈ શકે છે. કિવથી રવાના થયેલા આ પ્લેનની મુસાફરીમાં હેવી લોડના કારણે પ્લેનને ભારત, તુર્કિમેનિસ્તાન અને મલેશિયામાં રોકી તેમાં ઈંધણ ભરવાનું રહેશે. ૬૦૦ ટન વજનવાળા આ કાર્ગો જેટમાં છ અેન્જિન લગાવવામાં આવ્યાં છે. જે અેક વખત ૬૪૦ ટન સામાન લઈ જઈ શકે છે. વિશ્વનું આ પ્રથમ એવું પ્લેન છે કે જેની વિંગનો વિસ્તાર બોઈંગ ૭૪૭ પ્લેનના વિંગ અેરિયા કરતાં લગભગ બે ગણો છે. બોઈંગ ૭૪૭ વિંગનો અેરિયા ૫૮૨૫ સ્કેવર ફૂટ હોય છે. જ્યારે આ પ્લેનનો વિંગ અેરિયા ૯,૭૪૦ સ્કેવર ફૂટ છે.

આ પ્લેન અેક સાથે બે અેર ક્રાફ્ટનું વજન ઉંચકી શકે છે. અથવા ૧૦ બ્રિટિશ ટેન્ક સાથે વહન કરી શકે છે. આ પ્લેન વજન વિના રિફ્યુલિંગના ૧૮ કલાક સુધી નોન સ્ટોપ ઊડી શકે છે.

નાસા પણ ઉપયોગ કરી ચૂક્યું છે
૮૦ના દાયકામાં ડિઝાઈનિંગ કરવામાં આવેલા આ કાર્ગોનો સોવિયેત આર્મીઅે લાંબા સમય સુધી ઉપયોગ કર્યો હતો. નાસાઅે પણ તેનો ઉપયોગ સ્પેસશિપ લઈ જવા માટે કર્યો હતો. આ કાર્ગો પ્લેનની લંબાઈ ૮૪ મીટર અને ઉંચાઈ ૧૮.૧ મીટર છે. તેની વિંગની લંબાઈ ૮.૪ મીટર છે. આ ઉપરાંત તેમાં ૩૨ ટાયરની લેન્ડિંગ ગેર સિસ્ટમ છે. તેનું વજન ૬૦૦ ટન છે. અને તેમાં છ અેન્જિન લગાવવામાં આવ્યાં છે.

You might also like