વર્લ્ડના બેસ્ટ ટીચરની સ્પર્ધામાં ગુજરાતી પ્રિન્સિપાલ પણ સામેલ

મુંબઈ: સાંતાકુઝમાં રહેતાં અને બાંદરાની MET રિશીકુલ વિદ્યાલયનાં ગુજરાતી પ્રિન્સિપાલ કવિતા સંઘવી ભારતનું નામ રોશન કરવા જઈ રહ્યાં છે. તાજેતરમાં બ્રિટનના ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે વિશ્વના ૧૭૯ દેશોમાંના ૨૦ હજાર શિક્ષકોની અરજીમાંથી સિલેક્ટ થયેલા ૫૦ શિક્ષકોમાં સ્થાન મેળવનારાં તેઅો એકમાત્ર ભારતીય છે.

શિક્ષણ ક્ષેત્રે પોતાનો મહત્વનો ફાળો અાપનાર અને સમાજમાં શિક્ષક તરીકે પોતાની બેસ્ટ ભૂમિકા ભજવનાર શિક્ષકોને પોણા સાત કરોડના એવોર્ડ માટે પસંદ કરવામાં અાવે છે. ગુજરાતી પ્રિન્સિપાલ કવિતા સંઘવીની બાળકોને ફિઝિક્સ ભણાવવાની યુનિક પદ્ધતિઅે તેમને અા એવોર્ડના નોમિનેશનમાં સ્થાન અપાવ્યું છે. તે કહે છે કે બાળકો પોતાની રીતે જ વિવિધ પ્રયોગો કરીને પોતાના અનુભવો પરથી ફિઝિક્સની વિવિધ ફોર્મ્યુલા શીખે તે મારો પ્રયાસ હોય છે. બાળકો પ્રયોગ કરીને શીખે તે તેમણે યાદ રાખવું પડતું નથી. તે જાતે જ યાદ રહી જાય છે.

ફેબ્રુઅારી મહિનામાં અા ૫૦ શિક્ષકોમાંથી ૧૦ શિક્ષકોની પસંદગી થશે અને ૧૯ માર્ચે દુબઈમાં યોજાનારા લાઈવ એવોર્ડ સમારંભમાં અા દસેય શિક્ષકોમાંથી એક વિજેતાને દસ લાખ ડોલરનું ઇનામ અાપવામાં અાવશે. કવિતા સંઘવીઅે ગ્રેજ્યુઅેટ થયા બાદ બીઅેડ્ ગણિત અને વિજ્ઞાનમાં કર્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી ન્યુક્લિયર ફિઝિક્સમાં એમઅેસસી કર્યું. એમ‌િફલ અને એમઅેડ્ પણ કર્યું. હાલમાં તેઅો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એડવાન્સ્ડ કોર્સ ઇન એજ્યુકેશનલ લીડરશિપનો અભ્યાસ કરે છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે અઢળક ઉપલબ્ધિઓ મેળવી છે. તેઅો બ્રિટિશ કાઉન્સિલ સ્કૂલના ૨૦૧૬થી એમ્બેસેડર છે. ૨૦૧૬માં તેમણે ભારત જ્યોતિ અેવોર્ડ, ઇનોવેટિવ પ્રેક્ટિસ ઇન સાયન્સ, મેથ્સ, અાચાર્ય દેવો ભવ જેવા અેવોર્ડ મેળવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like