વર્લ્ડ બેંક અધ્યક્ષે મોદીની કરી વાહવાહી : રાજનના પણ કર્યા વખાણ

નવી દિલ્હી : વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ જીમ યોંગ કિમે એક તરફ મોદી સરકારની ભારે વાહવાહી કરી હતી તો બીજી તરફ રઘુરામ રાજનને સારા ગવર્નર ગણાવ્યા હતા. કિમે કહ્યું કે બે વર્ષમાં હિન્દુસ્તાનની પ્રગતી જોઇને તે પરેશાન છે. તેમણે કહ્યું કે મોદી રાજમાં ભારત ચમકી રહ્યું છે. કિમે ગુરૂવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને ભારતનાં પર્યાવરણ અનુકુળ સતત વિકાસમાં સક્રિય અને પુર્ણ સમર્થન આપવા માટેનું વચન આપ્યું હતું.

વડાપ્રધાને ગ્લોબલ વોર્મિંગ અંગે યોગ્ય ફંડ અપાવવાની વાતનું સમર્થ કર્યું. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કિમે અહીં મોદીની સાથે મુલાકાત દરમિયાન ભારતની વેપાર સુગમતા વધારવાની દિશામાં ઝડપી પ્રગતીનાં વખાણ કર્યા હતા. મોદીએ ટ્વીટમાં કહ્યું કે, વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ જિમ યોગ કિમ સાથે મુલાકાત કરી અને ભારતનાં વર્લ્ડ બેંકની સાથે સંબંધ વધારવા અંગેની પદ્ધતીઓ પર ચર્ચા કરી. નિવેદનમાં જણાવાયું કે વડાપ્રધાન અને વર્લ્ડ બેંક પ્રમુખે અલગ અલગ પ્રકારનાં મુદ્દાઓ અને સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી.

સોલર એનર્જી માટે એક અબજ ડોલરની લોન
વર્લ્ડ બેંકે ભારતમાં સોલર એનર્જી ક્ષમતાનાં વિસ્તાર માટે એક અબજ ડોલરની લોન આપવા માટેની પણ જાહેરાત કરી હતી. બેંકે ઇન્ટરનેશનલ સોલર એસોસિએશનની સાથે સમજુતી પર પણ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ભારતની આગેવાનીમાં 121 દેશ છે. તેનો ઉદ્દેશ્ય સમગ્રવિશ્વમાં સોલાર એનર્જીનો ઉપયોગ વધારવાનો છે. સાથે જ તેનું લક્ષ્ય 2030 સુધીનાં રોકાણ માટે 1000 અબજ ડોલરની રકમ એકત્ર કરવાની છે. સમજુતી પર હસ્તાક્ષર સમયે નાણા મંત્રી અરૂણ જેટલી, વિજ મંત્રી પીયુષ ગોયલ અને ભારતની મુલાકાતે આવેલા જિમ યોગ કિમ હાજર રહ્યા હતા.

You might also like